લજાઈ ગ્રામ પંચાયતની બેઠક ઉપર બિનહરીફ વરણીના વિરોધમાં 6 સભ્યોનું ટીડીઓને આવેદન

- text


ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ છે : પ્રાંત અધિકારી ખાચર

ટંકારા : ટંકારા તાલુકાની લજાઈ ગ્રામ પંચાયતની ખાલી પડેલી બેઠક ઉપર કોઈ પણ જાતની જાણ કર્યા વગર ચૂંટણી યોજીને એક ઉમેદવારને બિનહરીફ જાહેર કરી દેવાયાના આક્ષેપ સાથે છ સભ્યો અને ગ્રામજનોએ ટીડીઓને આવેદન પાઠવ્યું હતું.

- text

આ આવેદનમાં ગ્રામ પંચાયતના સભ્ય હસમુખભાઇ કરસનભાઈ ( ઉપસરપંચ), કુલદીપસિંહ અજીતસિંહ, ગીતાબેન મહેશભાઈ, મંજુલાબેન કેશવજીભાઈ, અલતાબભાઈ દાઉદભાઈ, નિમિષાબેન જીજ્ઞેશભાઈએ સહી કરીને ચૂંટણી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ આવેદનમાં ગ્રામજનો પણ જોડાયા હતા. આ અંગે ચુંટણી અધિકારી તરીકે કાર્યરત રહેલા ટંકારાના પ્રાંત ખાચરે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સદસ્ય માટે ખાલી જગ્યાનુ જાહેરનામુ નિયમ મુજબ પંચરોજકામ કરી ચોટાડેલ હોય તેમજ ચુંટણી પ્રક્રિયા પારદર્શક રીતે થઈ છે એકજ ઉમેદવાર તરીકે ફોર્મ રજુ થતા તેને બિનહરીફ ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

- text