ટંકારા : સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા 30મીએ સમૂહ લગ્ન , 45 નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાશે

- text


 કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે : દીકરીઓને 73 જેટલી વસ્તુઓનો કરિયાવર અપાશે

ટંકારા : ટંકારાના હરબટિયાળી ગામે સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા 30મીએ સમૂહ લગ્નનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં એક સાથે 45 નવદંપતિઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે. આ વેળાએ નવદંપતિઓને આશીર્વાદ આપવા અનેકવિધ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેવાની છે.

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે લેઉઆ પટેલ સમાજવાડી ખાતે સરદાર પટેલ સોશિયલ ગ્રૂપ દ્વારા તા.30 જાન્યુઆરીને ગુરૂવારના રોજ દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અધ્યક્ષ પદે કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને ઉદ્દઘાટક તરીકે વિપક્ષ નેતા પરેશભાઇ ધાનાણી ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, કલેક્ટર જે.બી.પટેલ, માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ભવાનભાઈ ભાગીયા, જમનભાઈ તારપરા, ડો.ડાયાભાઈ પટેલ, ટી. ડી. પટેલ ઉપસ્થિત રહેવાના છે. આ સમૂહ લગ્નમાં 45 નવદંપતિઓ એક સાથે લગ્નગ્રંથિથી જોડાવાના છે.

- text

આ લગ્નોત્સવમાં દીકરીઓને દાતાઓના સહયોગથી 73 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે. સમુહ લગ્નમાં સવારે 10:30 વાગ્યે ગણેશ સ્થાપન/ મંડપ મુહૂર્ત, સાંજે 3 કલાકે જાન આગમન, સાંજે 3:15 કલાકે સામૈયું, સાંજે 4:45 કલાકે હસ્ત મેળાપ, સાંજે 5:15 કલાકે દાતાઓનું સન્માન, સાંજે 6 કલાકે આશીર્વચન, સાંજે 6:30 કલાકે ભોજન સમારોહ અને 8:30 કલાકે કન્યા વિદાયના પ્રસંગ યોજાશે.

- text