મોરબીની એલ.ઈ. કોલેજ દ્વારા 27મીએ ગોલ્ડ મેડલ ફંક્શન

- text


મોરબી : મોરબીની એલ.ઈ. કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંચાલિત લેન્કો એલ્યુમીની એસોસિએશન દ્વારા 11મા ગોલ્ડ મેડલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આગામી તા. 27 જાન્યુઆરીના રોજ સવારે 8-30 કલાકેથી ટેનિસ કોર્ટ, એલ.ઈ. કોલેજ ખાતે શરુ થશે. આ કાર્યક્રમમાં કોલેજના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે તેમજ વર્તમાન વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેના પરિવાર સાથે ગેટ ટુગેધર (સંમેલન)નો આનંદ માણી શકશે. આ તકે કોલેજના વર્તમાન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text