માળીયાના હરિપર ગામની શાળાના પ્રિન્સિપાલ અને સીઆરસી કો-ઓર્ડીનેટર સસ્પેન્ડ

- text


શિક્ષણની ફરજમાં બેદરકારી બદલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ આદેશો આપ્યા

મોરબી : માળીયા તાલુકાના હરિપર ગામની પ્રાથમિક શાળાના મહિલા પ્રિન્સિપાલ અને સીઆરસી કો -ઓર્ડીનેટરને આજે સસ્પેન્ડ કરી દેવામાં આવતા સ્થાનિક શિક્ષણ વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે.જેમાં શિક્ષણની કામગીરીમાં ફરજમાં બેદરકારી દાખવવા બદલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બન્નેને ફરજ મોકૂફ કરવાના આદેશ આપ્યા છે.

- text

માળીયા તાલુકાના હરિપર ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પાયક હસીનાબેન એ. અને માળીયા ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર ગૌસ્વામી કેતનપુરી બી.ને તાત્કાલિક અસરથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે ફરજ મોકૂફ કરવાનો ઓર્ડર આપ્યા છે.આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ,માળીયા તાલુકાના હરિપર ગામની શાળાના આચાર્ય હસીનાબેન પાયકને તેમની શાળામાં બાળકોને ગુવણતાંસભર શિક્ષણ આપવાના પ્રયાસો કરવા જોઈએ અને પ્રગતિશીલ શિક્ષણના અકડા આપવા જોઈએ તથા શાળાના સમગ્ર સ્ટાફનું પણ મૂલ્યાંકન કરવું જોઈએ પણ તેની તપાસ દરમિયાન આ મહિલા આચાર્યની શિક્ષણ આપવાની સરેરાશ કામગીરીમાં બેદરકારી જણાઈ આવી છે.આથી તાત્કાલિક અસરથી તેમને ફરજ મુક્ત કરવાના આદેશ આપ્યા છે.આ ઉપરાંત અ શિક્ષણ વિભાગના ક્લસ્ટરમાં આવતા સીઆરસી કો-ઓર્ડીનેટર ગૌસ્વામી કેતનપુરી બી.ને પણ શિક્ષણની કામગીરીમાં બેદરકારી બદલ તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરવામાં આવ્યા છે.આ ફરજ મુક્ત કરાયેલા આચાર્યને માળીયા તાલુકા પંચાયત શિક્ષણ કચેરીએ હાજર રહેવું પડશે.જ્યારે કો-ઓર્ડીનેટરને સીઆરસી ભવન માળીયા ખાતે આવતીકાલથી હાજર રહેવાની તાકીદ કરાઈ છે.આ અંગે તપાસ સમિતિને અહેવાલ મોકલાવ્યો છે.જેમાં દોષિત ઠર્યા બાદ તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

- text