ટંકારાના કોલસા કૌભાંડમાં વધુ એક આરોપીની અટકાયત

- text


આરોપી આગોતરા જામીન સાથે રજૂ થતા અટકાયત બાદ છુટકારો

ટંકારા : ઓસ્ટ્રેલિયાથી ગાંધીધામ આવતા ઇમ્પોર્ટડ કોલસા ચોરીનું કૌભાંડ ટંકારામાં ઝડપાયા બાદ આ કૌભાંડમાં સંડોવાયેલા અગાઉ સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જયારે ગઈકાલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી છે. જો કે આરોપી આગોતરા જામીન સાથે રજૂ થયેલ હોવાથી અટકાયત બાદ આરોપીને છોડી મુકવામાં આવ્યો હતો.

થોડા દિવસ પહેલા ગાંધીધામથી ભાવનગર સ્થિત નિરમા કંપનીમાં મોકલવામાં આવતો ઓસ્ટ્રેલિયાથી આયાત થતો મોંઘા ભાવનો કોલસો ટંકારા ખાતે ગોડાઉન ભાડે રાખી ચોરી કરી ઉતારી લેવાનું કૌભાંડ સામે આવ્યું હતું. ગાંધીધામના રહેવાસી હર્ષકુમાર પવનકુમાર મારવાડીએ થોડા દિવસો પહેલા ટંકારા પોલિસ મથકમાં પોતે ભરાવેલા ટ્રકમાંથી કોલસો ચોરી થઈ જતો હોવાની ફરિયાદ કરી હતી. જેના આધારે અત્યાર સુધીમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

- text

ત્યારે ગઈકાલે મુખ્ય સુત્રધાર હિતેષ પટેલના ભાગીદાર જયેશ જીવરાજ વિડજા (ઉ.વ. 42, રહે. ભક્તિનગર સર્કલ, યદુનંદન સોસાયટી) મોરબી કોર્ટમાંથી આગોતરા જામીન સાથે રજૂ થતાં ટંકારા પોલીસે તેની નિયમ મુજબ અટકાયત કરી હતી અને આગોતરા જામીન મેળવેલા હોવાથીતેની પૂછપરછ કર્યા બાદ આરોપી જયેશ વિડજાને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. 

- text