મોરબીની સાર્થક વિદ્યામંદિરમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી સેમિનાર યોજાયો

- text


મોરબી : મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ગત 11 થી 17 જાન્યુઆરી સુધી 31મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ઉજવાય રહ્યો હતો. તેના સમાપન કાર્યક્રમ અંતર્ગત સડક સુરક્ષા જીવનરક્ષા અને યુવા શક્તિ દ્વારા બદલાવ વિષય પર મોરબી પોલીસ ઇન્સ્પેક્ટર પી. બી. ગઢવી તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી જીલ્લા ટ્રાફિક પોલીસ મોરબી, આર.ટી‌.ઓ ઇન્સ્પેકટર બી.એ.શીંગાળા અને તેમની ટીમ દ્વારા સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની જાણકારી તેમજ માર્ગ સલામતી માટે કેવા-કેવા પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ અને આપણું જીવન તેમજ અન્યનું જીવન કેવી રીતે બચાવી શકાય તેના વિવિધ વિડિયો બતાવવામાં આવ્યા હતા. તેમજ માર્ગ સલામતી અને આપણી ફરજો વિશે માહિતી આપી હતી.

- text