મોરબીમાં આજે યુવા દિવસ નિમિત્તે 350 થી વધુ લોકોએ સૂર્ય નમસ્કાર કર્યા

- text


સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિતે વિનય કરાટે એકેડમી દ્વારા યુવા દિવસની અનોખી ઉજવણી : સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓને સાયકલ અર્પણ કરાઈ

મોરબી : ભારતીય પરંપરા અનુસાર સૂર્ય દેવતા સમક્ષ પ્રાતઃકાળમાં સૂર્ય નમસ્કાર કરવાથી માનવ શરીરમાં અનોખી તાજગી આવે છે અને શરીરનું તેજ વધવાની સાથે મન એકદમ પ્રફુલ્લિત અને એકાગ્રતા વધતી હોય છે.ત્યારે આજે મોરબીમાં જાગૃત સંસ્થા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી નિમિતે યુવા દિવસ સંદભે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ હતી.જેમાં 350 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.જેમાં ભાઈઓ અને બહેનોમાં સૌથી વધુ શ્રેષ્ઠ રીતે સૂર્ય નમસ્કાર કરનાર બન્ને ગુપના ત્રણ ત્રણ વિજેતાઓને સાયકલ અપર્ણ કરવામાં આવી હતી.

- text

મોરબીમાં આજે સ્વામી વિવેકાનંદ જન્મ જ્યંતી નિમિતે વિનય કરાટે એકેડમી દ્વારા યુવા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.ખાસ કરીને ભારતીય પરંપરા અનુસાર સૂર્ય નમસ્કાર કરવાથી તન મનને અનેરી ઉર્જા મળતી હોવાથી આ વિનય કરાટે એકેડમી દ્વારા આજે યુવા દિવસ નિમિત્તે ગાંધીના વંડા ખાતે સામુહિક સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 350 થી વધુ લોકો જોડાયા હતા અને 350 લોકોએ સામૂહિક રીતે સૂર્ય નમસ્કાર કરીને તન મનની અનોખી ઉર્જા મેળવી હતી અને માનવ જીવનમાં શરીરની સુખાકારી માટે સૂર્ય નમસ્કારના મહત્વ વિશે જાણકારી આપીને નિયમિત સૂર્ય નમસ્કાર કરવાની શીખ અપાઈ હતી.સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ ત્રણ-ત્રણ વિજેતાઓને સાયકલ અર્પણ કરાઈ હતી.આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા , સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા,જાણીતા દોડવીર ડો.અનિલભાઈ પટેલ, યુવા આર્મી ગ્રુપના પિયુષભાઈ બોપલીયા ,નિર્મલ વિધાલયના પ્રિન્સિપાલ રમણીકભાઈ બરાસરા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.આ આયોજનને સફળ બનાવવા વિનય કરાટે એકેડમીના સંચાલક વાલજીભાઈ ડાભી સાહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text