હળવદના સુરવદર ગામે છેડતી મામલે ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો

- text


ત્રણ શખ્સૉ સામે હુમલો કર્યાનો હળવદ પોલીસ મથકે ગુનો નોંધાયો

હળવદ : હળવદના સુરવદર ગામે યુવતીની પજવણી મામલે ઠપકો આપવા લતા લાજવાને બદલે ગાજેલા ત્રણ શખ્સોએ ત્રણ વ્યક્તિઓ ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરતભાઇ વિઠલભાઇ સીતાપરા જાતે.કોળી ઉ.વ.૩૪ ધંધો.મજુરી રહે.જુના સુલતાનપુર તા- માળીયા મીં વાળાએ આરોપીઓ ધમૅન્દ્રભાઇ કરશનભાઇ કોળી, કરશનભાઇ રાઘવજીભાઇ કોળી, ચંદુભાઇ રાઘવજીભાઇ કોળી ,રહે બધા સુરવદર તા.હળવદ સામે ફરિયાદ નોંધાવી હતી કે ,તા.૭ ના રોજ સુરવદર ગામે બનેલા આ બનાવમાં ફરીયાદીની ભાણીને એક આરોપી હેરાન કરતો હોય, જેને સમજાવવા જતા આરોપીઓએ છરી તથા ધારીયા તથા લાકડી જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ધારીયા વતી સાહેદ સલીમભાઇને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે જીવલેણ ઇજા કરી તથા સાહેદ શેરમહમદભાઇ ગુલમહમદભાઇને છરી વતી મારી નાખવાના ઇરાદે છાતીની જમણી બાજુ ગંભીર જીવલેણ ઇજા કરી તથા સાહેદ અમીરભાઇને સામાન્ય ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text