મોરબીના પીપળી ગામેથી 36 બોટલ દારૂ ઝડપાયો

- text


મોરબી : મોરબી LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) દ્વારા રેડ પાડી પીપળી ગામમાં રહેણાંક મકાનમાંથી 36 નંગ વિદેશી દારૂની બોટલો શોઘી કાઢવામાં આવી છે. હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની શોધખોળ ચાલુ છે.

- text

મોરબી LCB દ્વારા ગત તા. 8 જાન્યુઆરીના રોજ આરોપી વિજયભાઇ બાબુભાઇ ઝાલા (રહે-હાલ-પીપળી ગામ પાસે, પીપળી રોડ, રામવિલા પાર્ક, મકાન નં-૨, તા.જી. મોરબી, મુળ રહે-રાયસંગપર, તા. મુળી., જી. સુરેન્દ્રનગર)ના રહેણાંક મકાનમાં રેડ પાડી ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે રાખેલ ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડિલક્સ વ્હીસ્કીની ૭૫૦ મીલીની કાચની કંપની સીલપેક કુલ બોટલો નંગ ૩૬, કી.રૂ. ૧૦.૮૦૦/-નો મુદ્દમાલ કબ્જે કરવામાં આવેલ હતો. આ બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ છે. રેડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે.

- text