ઉંચી માંડલ ગામે કુવામાં અકસ્માતે પડી જતા પરિણીતાનું મોત

- text


મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે આવેલ કુવામાં અકસ્માતે પડી જતા પરિણીતાનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના ઉચી માંડલ ગામે બાલુભા માધુભા પરમારની વાડીમાં રહેતી પુષ્પાબેન ગોપાલભાઇ બારીયા ઉવ.૨૬ નામની પરિણીતા ગઈકાલે તા.૫ના રોજ અક્સ્માતે કુવામાં પડી જતા કુવામાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું.બાદમાં તેમના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.મૃતકના નવ મહિના પહેલા લગ્ન થયા હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે આ બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

- text