માળીયા (મી.) : ડીઝલ ચોરીનો એક આરોપી પકડાયો

- text


માળીયા (મી.) : માળીયા (મી.) પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 આરોપીને ચોરીના ડીઝલ સાથે પકડી પાડવામાં આવ્યો હતો.

- text

ગત તા. 4 જાન્યુઆરીના રોજ માળીયા (મી.) પોલીસ દ્વારા બગસરા ગામમાં રહેતો સોમાભાઈ સવજીભાઈ વાઘેલા (ઉ.વ. 22, રહે. બગસરા કોળીવાસ, તા. માળીયા (મી.)ના ઘરે તપાસ કરવામાં આવતા ત્યાંથી ચોરી થયેલ 30 લિટર ડીઝલના ચાર કેરબા એટલે કુલ 120 લીટર ડીઝલ કી.રૂ. 8400 મળી આવ્યો હતો. આ મુદામાલ કબ્જે કરી આરોપી સોમાભાઈ સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.

- text