મોરબીના જય ગણેશ હીરોમાં દેશની પ્રથમ BS-VI બાઇક સ્પ્લેન્ડર આઈ સ્માર્ટનું શાનદાર લોન્ચિંગ

- text


પર્યાવરણને નુકશાન ન પહોંચે તે માટે સમગ્ર દેશમાં સૌ પ્રથમ હીરો મોટોકોર્પે તૈયાર કરી ગવર્મેન્ટના બદલાયેલા નોમ્સ મુજબની બાઇક : FI ટેકનોલોજીના લીધે બાઇકની એવરેજ હશે દમદાર

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના જય ગણેશ હીરો ઓટોમાં દેશની પ્રથમ BS-VI બાઇક સ્પ્લેન્ડર આઈ સ્માર્ટનું શાનદાર લોન્ચિંગ થયું છે. હીરો મોટોકોર્પ દ્વારા પર્યાવરણને નુકશાન ન પહોંચે તે માટે ગવર્મેન્ટના બદલાયેલા નોમ્સ મુજબ સમગ્ર દેશમાં સૌ પ્રથમ બાઇક તૈયાર કરી છે. આ બાઇક FI ટેકનોલોજી પણ ધરાવે છે.

મોરબીના શનાળા બાયપાસ ખાતે આવેલ જય ગણેશ ઓટો કેર પ્રા.લી. માં હિરો મોટોકોર્પના તમામ બાઇકોનું વેચાણ કરવામાં આવે છે. તાજેતરમાં અહીં દેશના પ્રથમ BS-VI બાઇક સ્પ્લેન્ડર આઈસ્માર્ટનો લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. BS-VI બાઇક વિશે વધુમાં જોઈએ તો સરકાર દ્વારા પર્યાવરણને ધ્યાને લઈને નોમ્સમાં જરૂરી ફેરફારો કરવામાં આવ્યા છે. જેથી હવે એપ્રિલ 2020થી તમામ બાઇકો BS-VIના જ બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. માટે વિશ્વની સૌથી મોટી ટુ વહીલર ઉત્પાદક કંપની હીરો મોટો કોર્પે ભારતનું સૌ પ્રથમ BS-VI માન્ય બાઇક સ્પ્લેન્ડર આઈ સ્માર્ટ તૈયાર કરી નાખ્યું છે.

- text

હીરો મોટોકોર્પ તેના સમગ્ર પોર્ટફોલિયોને 31 માર્ચ 2020 પહેલા BS-VIમાં ઉત્પાદન શરૂ કરી દેશે. વધુમાં નવી BS-VI બાઇક સ્પ્લેન્ડર આઈસ્માર્ટની ખાસિયતો જોઈએ તો તેમાં FI એન્જીન આવે છે. જેમાં કાર્બોરેટરની જગ્યાએ FI પંપ હોય છે. આ ટેકનોલોજીના કારણે એવરેજ વધુ મળે છે. ઉપરાંત આ બાઇક વિસ્તરીત ફ્રન્ટ સસ્પેન્સન ટ્રાવેલ, ઊંચા ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે તદ્દન નવી ડાયમંડ ફ્રેમ, લાંબા વહીલ બેઝ સહિતની અનેકવિધ વિશેષતાઓ ધરાવે છે. વધુ વિગત માટે મો.નં. 7574826926 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.

- text