સ્કાય મોલમાં તા.6થી MJR જવેલ્સની ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન

- text


રાજકોટના પ્રખ્યાત જવેલર મોરબીના આંગણે : અવનવા ઘરેણાની વિશાળ રેન્જ મુલાકાતીઓના મન મોહી લેશે : એક્ઝિબિશન બે દિવસ ચાલશે

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીના આંગણે રાજકોટના પ્રખ્યાત MJR જવેલ્સ દ્વારા આગામી તા. 6ને 7ના રોજ ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરીનું ભવ્ય એક્ઝિબિશન યોજાવા જઇ રહ્યું છે. જેમાં અવનવા ઘરેણાની વિશાળ રેન્જ ગ્રાહકોને મંત્રમુગ્ધ કરી દેશે. તો આ એક્ઝિબિશનમાં અચૂકપણે પધારીને પોતાના મનપસંદ ઘરેણાની ખરીદી કરવાનો અનેરો લ્હાવો લેવા જેવો છે.

મોરબીના રવાપર રોડ ઉપર વર્ષો જૂની રાણપરા ગોલ્ડ પેલેસ નામની પેઢી છેલ્લા 10 વર્ષથી રાજકોટમાં MJR જવેલ્સના નામે કાર્યરત છે. MJR જવેલ્સએ 10 વર્ષમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ખૂબ નામના મેળવી છે. મોરબીના પણ સેંકડો ગ્રાહકોની પહેલી પસંદ MJR જવેલ્સ જ રહ્યું છે. ગ્રાહકના સંતોષને જ સર્વસ્વ માનતું MJR જવેલ્સ સૌથી વિશ્વાસપાત્ર જવેલર્સ છે. મોરબીના ઘણા બધા પ્રતિષ્ઠિત પરિવારો તેમની સાથે ખૂબ લાંબા સમયથી જોડાયેલા છે.

મોરબીના આંગણે પ્રતિષ્ઠિત MJR જવેલ્સ ભવ્ય ડિઝાઈનર એન્ટિક ગોલ્ડ જવેલરીનું ‘મન મોહિની’ નામનું એક્ઝિબિશન લઈને આવ્યું છે. આ એક્ઝિબિશન તા. 6 અને 7ના રોજ શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે યોજાનાર છે. જેમાં જડતર અને પોલકીની એન્ટિક પેન્ડલ સેટ, સેટ, માળા સહિતની અનેકવિધ જવેલરી ગ્રાહકોના મન મોહી લેશે. અહીં મુલાકાતીઓને જવેલરીની વિશાળ રેન્જ જોવા મળશે. તો એક વખત અવશ્યપણે આ એક્ઝિબિશનની મુલાકાત લેવા જેવી છે. વધુ વિગત માટે મનોજભાઈ રાણપરા મો.નં. 9825231033 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

- text

- text