જીએસટી દરોડા : મોરબીની 10 કંપનીઓ પાસેથી 57 લાખની વસુલાત, હજુ 10 સામે તપાસ ચાલુ

- text


સીરામીક યુનીટો ઉપર તપાસની કાર્યવાહી હજુ ચાલુ

રાજકોટ : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ મોબાઇલ સ્કવોડ દ્વારા તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ રાધનપુર નજીકથી ભગવતી એન્ટરપ્રાઇઝ અને ઓમ એન્ટરપ્રાઇઝ નામના વવક્રેતાઓ દ્વારા વહન થતી સીરામીક ટાઇલ્સની ૧૦ ટ્રકો
જીએસટી કાયદાની જોગવાઇ મુજબ ઇ વે બીલ ન હોવાથી ડીટેઇન કરવામાં આવેલ. ઉપરોકત બંને વિક્રેતાઓ દ્વારા
કરચોરીના આશયથી ઉકત માલનુ પરીવહન કરેલ હોવાથી તે વાહનો સામે દાંડકીય કાયયવાહી કરી રૂ.૫૬.૦૮ લાખ
વસુલ કરવામાાં આવેલ હતા. આ કરચોરીની મોડ્સ ઓપરેન્ડીમાાં પડદા પાછળ મોરબીના ઉત્પાદકો સાંકળાયેલ
હોઇ વિક્રેતાઓ ઉપરાંત ૧૦ ઉત્પાદકોને ત્યાં પણ સ્ટેટ જીએસટીના દરોડા પાડવામાં આવેલ હતા. જેમાં પ્રાથમિક તપાસમાં તેઓ પાસેથી પણ કુલ રૂ. ૫૭.૨૪ લાખની વસુલાત કરવામાં આવેલ છે. આમ, આ કાર્યવાહી અન્વયે કુલ રૂ.૧ કરોડ ૧૩ લાખની
વસુલાત કરવામાં આવેલ છે. અને એક વિક્રેતા તપાસ દરમ્યાન મળી આવેલ નથી, જેની તપાસ ચાલુમાં છે.

- text

મોરબીના ૧૦ સીરામીકના ઉત્પાદકોના સ્થળોએ તપાસ કરવામાં આવેલ. જેમાં તપાસમાં
૧ રામેષ્ટ ગ્રેનીટો (એલએલપી) ૧૨.૫૧ લાખ
ર વેરીટાસ ગ્રેનીટો (એલએલપી) ૧૨.૩૧ લાખ
૩ લેવીટા ગ્રેનીટો (એલએલપી) ૬.૮૦ લાખ
૪ આસુતોષ ટાઇલ્સ પ્રા.લી. ૬.૦૦ લાખ
૫ રોકલેન્ડ સીરામીક (એલએલપી) ૫.૦૦ લાખ
૬ એલીઅન્ટ સીરામીક પ્રા.લી. ૪.૦૬ લાખ
૭ બેલેઝા સીરામીક પ્રા.લી. ૩.૫૨ લાખ
૮ ઝેન્ડરસ ગ્રેનીટો (એલએલપી) ૨.૬૯ લાખ
૯ લોરેકસ સીરામીક ૨.૪૧ લાખ
૧૦ સનબોન્ડ સીરામીક પ્રા.લી. ૧.૯૪ લાખ

કુલ રૂ. ૫૭.૨૪ લાખની વસુલાત કરાઈ છે.

આ ઉપરાંત નીચે મુજબના એકમો ઉપર ઇન્સ્પેક્શનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જીએસટી વિભાગે જણાવ્યું છે.

1 CORONA VITRIFIED PVT LTD
2 LORENZO VITRIFIED TILES PVT.LTD.
3 FEA CERAMICS
4 SUNORA CERAMIC INDUSTRIES
5 NELCO CERAMICS
6 SUNORA TILES PVT LTD.
7 SAMSUN CERAMIC PVT. LTD.
8 VIKAS SANATARY WARES
9 ARAVIND CERAMICS PVT LTD
10 IRIS CERAMIC

- text