મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા વાર્ષિકોત્સવ ઉજવણી

- text


મોરબી : દિલ્હી વર્લ્ડ પબ્લિક સ્કૂલ દ્વારા “સંધાન” વાર્ષિક સમારોહ ગત તા. ૨૩/૧૨/૨૦૧૯ના રોજ યોજાયેલ હતો. આ વાર્ષિક સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓએ અદભુત કૃતિઓ રજુ કરીને તમામ વાલીઓ તથા શ્રોતાગણોને મંત્ર મુગ્ધ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કૃતિઓ જેવી કે ગાયન તથા એલ.ઈ.ડી. ડાન્સ અને સ્કેટ ડાન્સ જેવા નૃત્યો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ૧૧ ઓગસ્ટ, ૧૯૭૯ના રોજ મોરબીમાં આવેલ હોનારત પર લાઈવ ચિત્ર બનાવામાં આવ્યું હતું અને લીલાપર ગામના મોભી એવા દાનાભાઇને આમંત્રિત કરવામાં આવ્યા હતા કે જેઓ તે સમય માં મચ્છુ ડેમ પર કર્મચારી તરીકેની ફરજ બજાવતા હતા. એમના શબ્દોમાં હોનારતનું વર્ણન સાંભળીને શ્રોતાઓ ભાવુક બન્યા હતા. આ તકે તમામ વિદ્યાર્થીઓ તથા તમામ શિક્ષકોની મેહનત અને ટીમ વર્કને શાળાના આચાર્ય મિલિન્દ કાલુસ્કરે બિરદાવી હતી.

- text