મોરબી નજીક સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ

- text


ફેકટરીમાં કામ કરતા વાસનાંધ શખ્સે દારૂના નશામાં અધમ કૃત્ય આચર્યું : બાળકીને સારવાર અર્થે રાજકોટ રીફર કરાઈ : તાલુકા પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે 

મોરબી : મોરબીમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝૂકી જાય તેવી ધૃણાસ્પદ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં મોરબી નજીક આવેલી એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળકી ઉપર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાની માનવતાને શર્મશાર કરતી ઘટના બહાર આવતા સમગ્ર મોરબીવાસીઓ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા છે. ફેકટરીમાં કામ કરતા એક વાસનાંધ શખ્સે દારૂના નશામાં આ અધમ કૃત્ય આચર્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ ધૃણાસ્પદ બનાવની મળતી વિગતો અનુસાર મોરબી નજીક આવેલ એક સીરામીક ફેકટરીમાં માસુમ બાળા પર હેવાનીયતભર્યું દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે.જેમાં આ સીરામીક ફેકટરીમાં બપોરના દોઢ વાગ્યાની આસપાસ આ જઘન્ય બનાવ બન્યો હતો.માસુમ બાળા ફેકટરીમાં રમતી હતી.તે સમયે તેનો પરિવાર પણ ત્યાં જ હતો.પરંતુ તે સમયે ફેકટરીમાં કામ કરતા એક શખ્સે દારૂના નશામાં આ બાળા પર નજર બગાડીને કુકર્મ આચર્યું હતું.બાદમાં ભોગ બનનાર બાળકીને 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.જ્યા બાળકીની હાલત નાજુક જણાતા તેને રાજકોટ ખાતે રીફર કરવામાં આવી છે. પોલીસે હાલ આ મામલે સઘન તપાસ આદરી છે અને આ બનાવમાં મેડિકલ તપાસ બાદ જ સાચું કારણ બહાર આવશે.જોકે પોલીસે આરોપીને પણ સંકજામાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.આ બનાવથી નરાધમ ઉપર ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.

- text