હળવદના રણકાંઠા વિસ્તારમાં “રણ તીડ” આવે તે પહેલા આગોતરું આયોજન કરવા માંગ

- text


રણકાંઠાના ગામોમાં થી મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં તીડ પ્રસરે તે પહેલાં યોગ્ય આયોજન કરવા મુખ્યમંત્રી સમક્ષ માંગ કરતા તાલુકા ભાજપ મંત્રી

હળવદ: હાલ કચ્છ અને બનાસકાંઠા માં તીડના આક્રમણથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે હળવદના રણકાંઠાના ગામોથી તીડ મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસરે તે પહેલાં આગોતરું આયોજન કરવા હળવદ તાલુકા ભાજપના મંત્રી દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને કૃષિમંત્રી સમક્ષ માંગ કરાઇ છે.

હાલ ખાસ કરીને કચ્છ અને બનાસકાંઠામાં તીડ ખેડૂતોને ભારે નુકસાની કરી છે. જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેવામાં હળવદનો રણ કાંઠો આ બંને જિલ્લાનો નજીક હોય, જેથી હળવદના રણકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાંથી તીડ મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસરે નહિ તે માટે હળવદ ભાજપ મંત્રી નયનભાઈ પટેલએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી આગોતરું આયોજન કરવા માંગ કરી છે.

નયનભાઈ પટેલએ જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં તીડથી ખેડૂતોના પાકને ખુબ જ નુકશાન થઈ રહ્યું છે. તે અત્યંત ગંભીર બાબત છે. જેથી રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોનું હિત જોતી આવી છે. તેથી તાત્કાલિક ધોરણે હવે પછીના સમયમાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે ગંભીરતા લઈ કૃષિ નિષ્ણાંતોની ટીમ પાસે સર્વે કરી આગોતરું આયોજન કરવા જણાવાયું છે.

- text

વધુમાં જણાવ્યું છે કે હળવદ તાલુકો એટલે ટીકર રણ. જે પાકિસ્તાનથી નજીક હોય, જેથી તીડનુ ઝૂડ ટીકર રણ તરફથી મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રસરે નહીં તે માટે આગોતરું આયોજન કરી ટીકર રણ તરફ સરકારની ટીમ દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ કરાઇ છે.

- text