મોરબીની સરકારી પ્રાથમિક શાળાઓમાં પાર્ટનરશીપ અને ટીચર એક્સસચેન્જ પ્રોગ્રામ યોજાયો

- text


મોરબી : મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં ગોકુલનગર પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ સમગ્ર દિવસ દરમ્યાન રોકાઈને શાળાનું નિરીક્ષણ કર્યું તેમજ અભ્યાસ કર્યો હતો.

- text

સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્ય વિકસાવવા, આત્મવિશ્વાસ વધારવા, જ્ઞાન અને પ્રવૃત્તિનું આદાન પ્રદાન કરવા, જ્ઞાન વહેંચણી દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ક્ષમતા વધારવાના હેતુસર જિલ્લાની ત્રણસો જેટલી શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા મહત્તમ 100 વિદ્યાર્થીઓ પચાસ પચાસની બેચમાં બે દિવસ સુધી એકબીજાની શાળાની મુલાકાત કરી, પીઅર ટુ પીઅર જૂથ અધ્યયન કરવામાં આવ્યું હતું.બંને શાળાઓ વચ્ચે રમત ગમતની પ્રવૃત્તિઓ કરવામાં આવી, હતી. સાંસ્કૃતિક કાર્યક્રમો સ્વાગત ગીત, બેટી બચાવો બેટી પઢાવો, સાકરનો શોધનાર જેવા નાટકો, અભિનય ગીતો, ડિબેટ, કવિઝ વગેરે કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓએ નવો જ અનુભવ પ્રાપ્ત કર્યો હતો. માધાપરવાડી કન્યા પ્રાથમિક શાળા યજમાન શાળા હોય, મહેમાન શાળા ગોકુલનગર પ્રા, શાળાની વિદ્યાર્થીનિઓને ભાવતા ભોજન કરાવી વ્યવસ્થિત મહેમાનગતિ કરવામાં આવેલ હતી અને ધો.1થી 5ની 180 બાળાઓને કામધેનુ ફન રિસોર્ટની મુલાકાત કરાવેલ હતી. આમ સમગ્ર દિવસ દરમ્યાન વિદ્યાર્થીઓએ ખૂબ મજા માણી હતી.

- text