મોરબી : જાગા સ્વામી મિત્રમંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

- text


મોરબી : મોરબીમાં જાગા સ્વામિ મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ – મોરબી દ્વારા ગત તારીખ ૨૦/૧૨/૨૦૧૯ના રોજ રવિવારે બપોરે ૩:૦૦ વાગ્યેથી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી સંસ્કાર બ્લડ બેંક, જી.આઇ. ડી.સી રોડ મોરબી પ્રથમ વખત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવેલ હતી. મોચી સમાજ મોરબીના અનેક યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓને સંસ્કાર બ્લડ બેંક દ્વારા સર્ટિફિકેટ તેમજ ભેટ આપવામાં આવેલ તેમજ અતુલભાઈ વામજા ( હડમતિયા) દ્વારા રક્તદાતાઓને દીવાલ ધડિયાલ આપવામાં આવેલ હતી. એચ.ડી.એફ.સી બેંક દ્વારા પણ દરેક રક્ત દાતાને ગીફ્ટ આપવામાં આવેલ હતી. આ રક્તદાન કેમ્પમાં મોરબી મોચી સમાજના જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પમા મોચી સમાજના ૨૨ જેટલા રક્ત દાતાઓ જોડાયા હતા. પ્રથમ વખત યોજાયેલ આ રક્તદાન રૂપી ભગીરથ કાર્યને સફળ બનાવવા સમાજ ના રક્તદાતાઓ જે અમૂલ્ય યોગદાન આપેલ એ બદલ જાગા સ્વામિ મિત્ર મંડળ સમસ્ત મોચી સમાજનો આભાર માન્યો છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જાગા સ્વામિ મિત્ર મંડળના પ્રમુખ ધર્મેન્દ્રભાઇ નાગર તથા નાથાભાઇ ઝાલા, કાંતિભાઈ રાઠોડ, દિલીપભાઈ પરમાર એ ભારી જહેમત ઉઠાવી હતી.

- text