હળવદના સુખપર ગામે જુના મનદુઃખ મામલે મારામારી : સામસામી ફરિયાદ

- text


હળવદ : હળવદ તાલુકાના સુખપર ગામે બે ખેડૂતો વચ્ચે જુના મનદુઃખ મામલે મારામારી થઈ હતી. આ બનાવ બાદ બન્નેએ સામસામી ફરિયાદ નોંધાવી છે. હળવદ પોલીસે બન્નેની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પ્રભાતભાઇ લખમણભાઇ પરમાર ઉ.વ.૩૫ ધંધો ખેતી રહે.સુખપર તા.હળવદ વાળાએ અભેસંગભાઇ કરશનભાઇ ગોહીલ રહે. સુખપર તા.હળવદ સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા. ૧૮ ના રોજ સુખપર ગામની નર્મદા કેનાલ પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીએ આરોપી વિરૂધ્ધ અગાઉ ફરીયાદ કરી હોય જે બાબતનું મનદુખ રાખી આરોપીએ ફરીયાદીને કેસનું સમાધાન કરી કેસ ફરીયાદ પાછી ખેંચી લેજે તેમ કહી ગાળો આપી લાકડાની હોકી વતી ડાબા પગે મારી મુંઢ ઇજા કરતા તેમજ સાહેદ ફરી.ની પત્નીને પણ છુટા પડાવવા જતા મુંઢ ઇજા કરીને જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે આ બનાવમાં સામાપક્ષના અભેસંગભાઇ કરશનભાઇ ગોહીલે પ્રભાતભાઇ લખમણભાઇ પરમાર સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ,આરોપીએ ફરીયાદી સાથે જુની ફરીયાદ બાબતે મનદુખ રાખી ફરીયાદીને ગાળો આપી લોખંડના પાઇપ વતી કપાળના ભાગે મારી સામાન્ય ઇજા કરી હતી. હળવદ પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text