વાંકાનેરમાં નાગરિકતા બીલના વિરોધમાં બંધારણ બચાવો રેલી યોજાઈ

- text


ધારાસભ્ય પીરજાદાની આગેવાનીમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા : પ્રાંત અધિકારીને આવેદન આપી નાગરિકતા બીલનો કાયદો રદ કરવાની માંગ કરાઈ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે નાગરિકતા બીલના વિરોધમાં આજે બંધારણ બિચાવો રેલી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય પીરજાદાની આગેવાનીમાં નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને નાગરિકતા બીલનો વિરોધ કર્યો હતો.બાદમાં રાષ્ટ્રપતિને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નાગરિકતા બીલને રદ કરવાની માંગ કરી હતી. વાંકાનેરમાં શહેરમાં કોંગ્રેસના ધારાસભ્ય મહંમદ જાવીદ પીરજાદાની આગેવાની હેઠળ કેન્દ્ર સરકારના નાગરિકતા બીલના વિરોધમાં બંધારણ બચાવો રેલી કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ બંધારણ બચાવો રેલી વાંકાનેર તાલુકા પંચાયત કચેરીએ પગપાળા પ્રસ્થાન થઈ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને નાગરિકતા બીલનો વિરોધ કર્યો હતો. આ રેલી પગપાળા શહેરના વિવિધ માર્ગો પર ફરીને વાંકાનેર પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચી હતી. જ્યાં રાષ્ટ્રપતિને સંબોધીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને કેન્દ્ર સરકારે પાસ કરેલા નાગરિકતા બીલને રદ કરવાની માંગ કરી હતી.

- text