મોરબી : અઢી કિલો અફીણ ઝડપાયાના કેસમાં વધુ એક આરોપી MPમાંથી ઝડપાયો

- text


મોરબી : બે વર્ષ પહેલા એલસીબી પોલીસે મોરબી-વાંકાનેર હાઇવે પર આવેલ બંધુનગર પાસેની એક હોટલમાં રેડ કરીને અફીણના મેાટા જથ્થા સાથે હોટલના સંચાલકની ધરપકડ કરી હતી જે ગુનામાં એમ.પી.ના એક વધુ આરોપીનું રીમાન્ડમાં નામ ખુલ્યુ હતુ જે છેલ્લા બે વર્ષથી ફરાર હતો. જે આરોપીને એમપી પેાલીસે પકડીને મેારબી એસઓજીને જાણ કરતા એમપીના આરેાપીનો કબજો લઇને તેના રિમાન્ડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

આજથી બે વર્ષ પહેલા મોરબીના બંધુનગર નજીક આવેલી જમ્બુ સરોવર નામની હોટલમાં એલસીબીની ટીમે રેડ કરી હતી ત્યારે હોટલના સંચાલક પાસેથી અફીણનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી એલ.સી.બીની ટીમે શંકરલાલ ભેરાલાલ ખીલેરી (ઉ.વ.૪૧)ની 2.600 ગ્રામ અફીણના જથ્થા સાથે ધરપકડ કરી હતી. જે તે સમયે અફીણ સાથે પકડાયેલા શંકરલાલને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા રિમાન્ડ દરમ્યાન પ્રભુલાલ હજારીલાલ પાટીદાર રહે.સેાનગર મલ્હારગઢ જી.મંદસેાર, મધ્યપ્રદેશનું નામ ખુલ્યુ હતુ. જે પાછલા 2 વર્ષથી નાસતો ફરતો હતો જેને ફરાર જાહેર કરાયો હતો.

- text

આ દરમિયાન મધ્યપ્રદેશની પોલીસે આરોપી પ્રભુલાલને ઝડપી લીધો હતો અને મોરબી એસ.ઓ.જી.ને જાણ કરતા એસ.ઓ.જી.એ તેની અટકાયત કરીને આગળની તપાસ માટે તેના રિમાન્ડ લેવા તજવીજ આદરી છે.

- text