મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાલે વૈભવનગર પાસે સફાઈ અભિયાન હાથ ધરાશે

- text


મોરબી : મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. જેમાં જોડાવા માટે નગરજનોને આહવાન આપવામાં આવે છે. મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિમાં 150થી વધુ સભ્યો જોડાયેલા છે.

- text

મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા આવતીકાલે 8 ડિસેમ્બરના રોજ રવિવારે સવારે 6-30 કલાકે ગીતાંજલિ સ્કૂલ પાસે આવેલા વૈભવનગર પાસે (ધુતારી કાંઠે) સફાઈ અભિયાન આદરવામાં આવશે. વધુ માહિતી માટે અથવા આ અભિયાનમાં જોડાવા માટે 97277 70271 તથા 99099 88785 પર સંપર્ક કરવાનો રહેશે.

- text