મોરબી : સામુહિક દુષ્કર્મના બનાવોના વિરોધમાં આપનું અધિક કલેક્ટરને આવેદન

- text


રાત્રિના સમયમાં પોલીસ પેટ્રોલિંગ વધારાય, મહિલા માર્શલોની ભરતી અને મહિલા સશક્તિકરણ અને જાગૃતિ માટે કાર્યક્રમો કરવાની માંગ

મોરબી : આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદન પત્રમાં મોરબી જિલ્લા કલેક્ટરના માધ્યમથી ગુજરાત પ્રદેશના ગૃહમંત્રી, DGP તેમજ કેન્દ્ર સરકારને ખુબ જ આઘાત, વેદના અને આક્રોશ સાથે જણાવવા આવેલ છે કે ગત અઠવાડિયામાં ગુજરાતમાં 3 સ્થળે સુરત-વડોદરા-રાજકોટમાં સામુહિક બળાત્કારના ગોઝારા બનાવો બન્યા છે. આ તમામ ઘટનામાં પીડિતાઓ સગીર વયની છે, બે સ્થળોએ ગુનેગારોને ઝડપી લેવાયા છે પણ વડોદરાના આ દુષ્કૃત્ય કરનાર નરાધમો આજે પણ આપણી વચ્ચે બેખોફ ફરી રહ્યા છે. જે ઘણો ચિંતાનો વિષય છે. ઉપરાંત, તેલંગાણાના હૈદ્રરાબાદમાં પણ મહિલા ડૉક્ટર સાથે સામૂહિક બળાત્કાર કરાયો અને ત્યારબાદ તેને સળગાવી દીધી, આ બધી ઘટના કાળજું કંપાવનારી છે.

- text

આજે જયારે આપણે પોતાને શિક્ષિત, સભ્ય સમાજ, મોર્ડન અને વિકસિત ગણાવતા હોઈ ત્યારે સમગ્ર માનવ સમાજને શરમશાર કરતા આવા કાળજું કંપાવનાર અમાનવીય બનાવોને કઈ રીતે રોકી શકીએ તે મોટો પ્રશ્ન છે? આવા વારંવાર બનતા બનાવોના વિરોધમાં સમાજો, સંસ્થાઓ, પાર્ટીઓ ઘણા દેખાવો કરી વિરોધ કરે છે પણ જેમણે આ કાયદા વ્યવસ્થા માટેની જવાબદારી નિભાવવાની છે. તે પોલીસતંત્ર, વહીવટી તંત્ર, ન્યાયતંત્રની કોઈને આજે બીક હોઈ કે આદર હોઈ તેવું લાગતું નથી! આજે લોકો જંગલરાજમાં રેહતા હોઈ તેવી લાગણી અનુભવે છે, બધે ગુનેગારોનું સામ્રાજ્ય ફળીફૂલી રહ્યું છે, આવી ઘટનાઓ હવે સામાન્ય બનતી જાય છે. આ ઉપરાંત, છેડતી, અપહરણ, મર્ડરના બનાવો પણ સમાજમાં ગૌણ બની રહ્યા છે.

આ સમસ્યાના નિવારણ માટે ઉપરોકત બાબતોએ મજબૂતાઈથી કામ કરાય. ઉપરાંત, શહેરમાં જે પોલીસ મહેકમની જરૂર છે, જે જગ્યાઓ ખાલી છે તે તુરંત ભરાઈ, પોલીસનું ખાસ કરીને રાત્રિના સમયમાં પેટ્રોલિંગ વધારાય. મહિલા માર્શલોની ભરતી કરાઈ, મહિલા સશક્તિકરણ અને જાગૃતિ માટે કાર્યકામો કરાય, મહિલાઓ સાથે થતા જાતીય ગુના માટે વધુ ફાસ્ટટ્રેક કોર્ટ રચાઈ અને વધુમાં વધુ 6 માસમાં આવા ગંભીર ગુનામાં સજા મુકરર થાય તેવી વ્યવસ્થા કરવા માટે આપ દ્વારા કલેક્ટરના માધ્યમથી ગુજરાત તેમજ કેન્દ્ર સરકારને અરજી કરવામાં આવી હતી.

- text