મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને નોટીસનો મામલે ભારે આક્રોશ

- text


એક બાજુ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષણમંત્રીના હસ્તે સન્માન અને બીજી તરફ નોટિસ પાઠવી ડી.પી.ઇ.ઓ.એ બેધારી નીતિ અપનાવી હોવાના સુર સાથે શિક્ષક આલમમાં ભારોભાર નારાજગી

મોરબી : તાજેતરમાં મોરબી જિલ્લાના શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઈને ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી દ્વારા પ્રતિબદ્ધતા સન્માન સમારોહમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનું સન્માન કર્યું હતું ત્યારે સન્માન મોરબી જિલ્લાના તમામ ગુરુજનોને અર્પણ કર્યું હતું અને થોડા જ દિવસોમાં 193 જેટલા શિક્ષકોની કામગીરી સામે આંગળી ચીંધી નોટિસ આપતા ડી.પી.ઇ.ઓ.ની આવી બેધારી નીતિ સામે શિક્ષકોમાં ભારોભાર અસંતોષ છવાયો છે.

મોરબી જિલ્લાની સરકારી શાળામાં સત્રાંત પરીક્ષા ચાલતી હતી ત્યારે ગુજરાત રાજ્યમાં એકેય જિલ્લામાં આવા મોનીટરીંગ ટીમની વ્યવસ્થા કરવામાં આવી ન હતી અને મોરબી જિલ્લો વિશિષ્ટ હોય એમ એક કેળવણી નિરીક્ષક ,એક બી.આર.સી.કો.ઓર્ડીનેટર, એક સી.આર.સી.કો.ઓર્ડીનેટર એમ ત્રણ વ્યકિતની ટીમ બનાવેલ હતી, આ ટીમને સવારે 8.00 વાગ્યે એક કવર આપવામાં આવતું એ કવરમાં જે શાળા નીકળે એ શાળાએ 10.30 વાગ્યે પહોંચી જતા,ટીમ જે તે શાળાએ પ્હોંચીને ડી.એસ.પી.જેમ રેડ પાડવા આવ્યા હોય એમ શાળાની જુદી જુદી પચાસ બાબતો જોવા માંગે માંગતા ,શાળાઓમાં ઘણી બધી સારી બાબતો હોય,પણ એ સારી બાબતોના બદલે સાસુ જેમ વહુનો વાંક કાઢે એમ જાણે શિક્ષકોનો વાંક જ કાઢતા હતા,શિક્ષકમાંથી પ્રીતિનિયુક્તિ લઈને આવેલા અમુક અમુક સી.આર.સી, બી.આર.સી.પણ ડી.એસ.પી.ની જેમ વર્તિને શિક્ષકો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી રહ્યા હતા.

- text

પ્રથમ સત્રમાં બાળકો માંડ 73 જેટલા દિવસ ભણ્યા હતા. બાર જેટલી એકમ કસોટી બાળકોએ લખી જ હતી અને શિક્ષકોએ ચેક કરી હતી, બી.એલ.ઓ.જેવી જટીલ કામગીરી કરી છે,સમર્થ તાલીમ, નિષ્ઠા તાલીમ,વિવિધ ઉજવણીઓ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ તાલીમ શાળાઓમાં શિક્ષકોની ઘટ વગેરે કામગીરી વચ્ચે શાળાઓમાં કોઈક બાબતો ખૂટતી હોય,પૂર્ણ કરવાની રહી ગઈ હોય, તો મોબાઈલમાં ફોટા પાડી, સાહિત્યના પોટલાં બાંધી લઈ જતા હતા,સામાન્ય રીતે શાળાનું સાહિત્ય શાળામાં જ રહેતું હોય છે,ઉપરી અધિકારી સાહિત્ય ચેક કરી શકે,જે ક્ષતિઓ હોય એ ક્ષતિઓ લખી શકે,જોઈ શકે પણ સાથે ન લઈ જઈ શકે આ તો પોટલાં બાંધી સાથે લઈ જતા હતા, વળી, પરીક્ષાના પેપરો અન્ય શાળા દ્વારા ચેક કરવાના હોય આચાર્યો પે સેન્ટર શાળા સુધી પેપરો આપવા જવા,જોયેલા પેપરો લેવા જવા,તેમજ 12 એકમ કસોટીના માર્ક ઓનલાઈન કરવા ધોરણ 1 અને 2 ની નિદાન કસોટીના પ્રશ્નવાઇઝ માર્કની એન્ટ્રી કરવી,SAS Gujratma માસિક પત્રક,પગારબીલ,શિક્ષકોની 58 પ્રકારની માહિતી,ગુણોત્સવની માહિતી,મધ્યાહન ભોજનના આંકડા,ઓનલાઈન શિક્ષક વિદ્યાર્થીઓની હાજરી, શિષ્યવૃત્તિની બાકી રહેતી દરખાસ્ત વગેરે કામગીરી ગુંચવાયેલો હોય,સ્વભાવિક છે કે શાળાઓમા કોઈક બાબતો ખૂટતી હોય તો મૂલ્યાંકન ટીમ એ ખૂટતી બાબતને ટારગેટ બનાવી શિક્ષકોને ડરાવ્યા,ધમકાવ્યા,પરીક્ષા વખતે પરીક્ષા પૂરતું મૂલ્યાંકન કરવાના બદલે જુદી જુદી પચાસ પ્રકારની માહિતી ચેક કરવાથી શિક્ષકોમાં ખુબજ અસંતોષ અને ભયનો માહોલ સર્જાયો હતો.

આવેલ ટીમે પરીક્ષાનું મૂલ્યાંકન કરવાના બદલે બીજી અન્ય બાબતોમાં વધુ રસ લીધો હતો. જેના કારણે પરીક્ષા કાર્ય ડિસ્ટર્બ થયું હતું, તેમજ એક સુપરવાઈઝર જે તે શાળામાંથી અન્ય શાળામાં મુકેલ હોય એની દૈનિક નોંધપોથી મળેલ ન હોય,જોયેલ ન હોય છતાં ખુલાસા માંગવામાં આવ્યા છે,વળી ઘણી બધી શાળાઓમાં સામાજીક વિજ્ઞાનના કવરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ના પેપરો નીકળ્યા ગુજરાતીના કવરમાં હિન્દી વિષયના પેપરો નીકળ્યા હતા તંત્રના આવા ઘોર છબરડા શિક્ષકો બહાર લાવ્યા નહિ અને દોડાદોડી કરી ઝેરોક્ષ કરી વિદ્યાર્થીઓના પેપરો લઈ લીધા હતા અને તંત્રની ભુલને બહાર આવવા નહોતી દીધી જ્યારે તંત્રના માણસો શિક્ષકોની ભૂલોનો બચાવ કરવાના બદલે,શિક્ષકોને ભૂલ સુધારની તક આપવાના બદલે નોટિસો ફટકારી શિક્ષકોનો ઉત્સાહ ભંગ કરવાનું કામ કર્યું છે,નવાઈની વાત તો એ છે કે પ્રથમ સત્રની પરીક્ષા પૂર્ણ થઈ એને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો,ટીમ દ્વારા શાળા મુલાકાતને દોઢ મહિના જેટલો સમય વીતી ગયો અને હવે છેક નોટીસ આપવાનું શું કારણ?  એવી ચર્ચા શિક્ષક આલમમાં ચર્ચાઈ રહી છે,

- text