માળીયા કેનાલમાં ભાઈ-બહેન ડૂબ્યા , બહેનની લાશ મળી

- text


ઘાટીલા પાસે કેનાલના કાંઠે બન્ને બાળકો રમતા રમતા કેનાલમાં પડી જતા આ કરુણ બનાવ બન્યો : કેનાલના કાંઠેથી બાળકના કપડાં મળી આવતા તે પણ ડૂબી ગયો હોવાની શકયતા વચ્ચે શોધખોળ શરૂ કરાઇ

માળીયા : માળીયા નજીક ઘાટીલા ગામ પાસેની નર્મદા કેનાલમાંથી આજે એક બાળકીની લાશ તણાઈને મળી આવી હતી.તેથી મૃતકની માતાએ આ હતભાગી બાળાની સાથે તેમની પુત્ર પણ સાથે હોય અને તે પણ કેનાલમાં ડૂબી ગયો હોવાનું જણાવતા કેનાલના ડૂબેલા બાળકની શોધખોળ કરવામાં આવી રહી છે.આ આદિવાસી પરિવાર બન્ને બાળકો ગઈકાલે બપોરે કેનાલના કાંઠે રમતા રમતા કેનાલમાં પડી જતા આ કરુણ બનાવ બન્યો હતો.

- text

આ કરુણ બનાવની પ્રાપ્ત થતી વિગતો મુજબ માળીયાના ઘાટીલા ગામ નજીક નીકળતી નર્મદા કેનાલમાંથી એક બાળકીની લાશ આજે તણાઈને મળી આવી હતી આથી ગામલોકોએ આ બાળાની ઓળખ મેળવવા માટે તપાસ ચલાવતા એક આદિવાસી મહિલાએ આવીને આ લાશ પોતાની પુત્રીની હોવાનું ઓળખી બતાવ્યું હતું.આ અંગે ગામલોકો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ માળીયાના ઘાટીલા ગામે આદિવાસી પરિવાર ખેતરમાં રહીને ખેતમજૂરી કરે છે.દરમિયાન ગઈકાલે આ આદુવાસી પરિવારના સગા ભાઈ બહેન અશ્વિન ઉ.વ.5 અને ચોરખી ઉ.વ.3 નામના બાળકો ગઈકાલે બોપરના સમયે ઘાટીલા ગામેથી નીકળતી નર્મદા કેનાલના કાંઠે રમતા હતા.તે સમયે રમતા રમતા આ બન્ને બાળકો કેનાલમાં પડી ગયા હતા અને કેનાલના પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.દરમિયાન આજે બહેનનો કેનાલમાંથી તણાઈને મૃતદેહ મળી આવ્યો હતો.અને તેની ડેડબોડી પીએમ અર્થે માળીયાનો હોસ્પિટલમાં ખસેડાઇ હતી.આ બાળકીની લાશ મળી આવતા મૃતકની માતાએ પોતાનો પુત્ર પણ તેની સાથે રમતો હતો અને તે પણ ડૂબી ગયો હોવાની શક્યતા દર્શાવતા કેનાલમાં શોધખોળ કરવામાં આવી છે. આ ઘટનાથી ખેતમજૂર પરિવારમાં ભારે અરેરાટી મચી ગઇ છે.

- text