સૂર્યનગર ગામે મળી આવે લાશને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલાઈ

- text


મૃતકના ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયા મોબાઇલ નંબર ની ચીઠી તેમજ એક કાંડા ઘડીયાળ મળી આવી

હળવદ: હળવદ તાલુકાના સૂર્ય નગર ગામ પાસે આવેલ બ્રાહ્મણ- બે ડેમના કાંઠેથી અજાણ્યા પુરુષની કોથળામાં બાંધેલી લાશ મળી આવી હતી લાશ કોહવાઇ ગયેલી હોવાને કારણે લાશને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં આવી છે

આજે બપોરના સૂર્ય નગર ગામ પાસે આવેલ બ્રાહ્મણીબે ડેમ ના કાઠે કોથળામાં બાંધેલી હાલતમાં કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી જેથી પોલીસ દ્વારા તેને પાણીમાંથી બહાર કાઢી તપાસ કરાતા આ લાશ પુરુષની હોવાનુ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું સાથે જ પોલીસ ને મૃતકના ખિસ્સામાંથી ૫૦૦ રૂપિયા તેમજ મોબાઇલ નંબર લખેલી એક ચીઠ્ઠી પણ મળી આવી હતી સાથે જ એક ઘડિયાળ પણ મળી છે

- text

જેથી ઇન્ચાર્જ પી.આઇ સંદિપ ખાભલા દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે


- text