મોરબીના સિનિયર સીટીઝન ડોકટરે ગોવા મેરેથોન દોડમાં મેડલ મેળવ્યો

- text


મોરબી : મોરબીના સીનીયર સીટીઝન ડૉક્ટર અનિલ પટેલે ફરી એક વખત મેરેથોન દોડમાં મેડલ મેળવી ચુસ્તી/સ્ફૂર્તિ ફક્ત યુવાનો જ જાળવી શકે છે એ વિધાનને ખોટું પાડ્યું છે.

મોરબીમાં વષોંથી ઓથોઁપેડીક સર્જન તરીકે પ્રેક્ટિસ કરતા ડોક્ટર અનિલ પટેલે 17મી નવેમ્બરે ગોવામાં યોજાયેલ 21 કિ.મી.ની મેરેથોનમાં ભાગ લઇ સીનીયર સીટીઝન ગૃપમાં ત્રીજો નંબર મેળવી રુપિયા 4000નું ઈનામ મેળવ્યું હતું. ડૉક્ટર અનિલ પટેલ 67 વર્ષની ઉંમરે યુવાનોને પણ શરમાવે તેવી ચુસ્તી- સ્ફૂર્તિ ધરાવે છે. નિયમિત કસરત, પૌષ્ટિક આહાર અને નિયમિત જીવનશૈલીથી તેઓએ પોતાનું શરીર સૌષ્ઠવ જાળવી રાખ્યુ છે. આ પહેલા પણ તેમણે પાંચ વખત અલગ-અલગ જગ્યાએ મેરેથોન જીતીને મોરબીનું નામ રોશન કરી શહેરને

- text


- text