બુટલેગરો દારૂનું કટિંગ કરી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી:૧૯૦ પેટી ઇંગલિશ દારૂ ઝડપી પાડયો

- text


હળવદ તાલુકાના માથક ગામે સ્થાનિક પોલીસનો સપાટો:એક આરોપી સહિત ૧૯.૮૪લાખનો મુદ્દામાલ જપ્ત કરાયા

હળવદ: આજે મોડી સાંજના હળવદતાલુકાનુ માથક ગામ નજીક હળવદ પોલીસે દારૂનું કટિંગ કરી રહેલા બૂટલેગરો પર દરોડો પાડ્યો હતો પોલીસ દ્વારા ઘટના સ્થળે થી ૪ વાહનો અને ૧૯૦ ઈંગ્લીશ દારૂની પેટી મળી કુલ રૂપિયા ૧૯.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સાથે જ પંજાબના એક આરોપીને પણ ઝડપી લીધો છે જોકે સ્થાનિક બુટલેગરો પોલીસની હાથમાં આવતા આવતા છટકી જઈ અંધારાનો લાભ લઇ ઊભી પૂંછડીએ મુઠ્ઠીઓ વાળી હતી

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ ઈન્ચાર્જ પી.આઈ સંદિપ ખાંભલા,પીએસઆઇ પી.જી પનારા,યોગેશદાન ગઢવી,સુરૂભા પરમાર,ગંભીરસિંહ ચૌહાણ, બીપીન ભાઈ પરમાર,વિક્રમભાઈ સિહોરા,વિપુલભાઈ નાયક સહિતનાઓ દ્વારા હળવદ તાલુકાના માથક ગામ થી ચૂંટણી ગામ જવાના રસ્તા પર આવેલ વીશાવાની તલાવડી પાસે ટ્રકમાંથી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું તેવા સમયે દરોડો પાડતા દારૂ લેવા આવેલા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી

- text

જો કે પોલીસ દ્વારા ઘટના સ્થળે થી દારૂ ભરી લઇ આવેલ પંજાબના ટ્રકચાલક રેસમ સિંહ ઝાટ ને ઝડપી પાડયો હતો સાથે જ ટ્રક મા રહેલ ૧૯૦ પેટી વિદેશી દારૂની પણ ઝડપી લેવાઈ હતી તેમજ ઘટના સ્થળે થી ટેમ્પો,ટ્રક,ઇકો કાર,બાઈક મળી કુલ રૂપિયા ૧૯.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો

હાલ પોલીસ દ્વારા આરોપી ટ્રક ચાલકની ધરપકડ કરી આટલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો.?ક્યાંથી લાવવામાં આવ્યો હતો? અને કોણ કોણ દારૂ લેવા માટે આવ્યા હતા તેમ સહિતની ઝીણવટ ભરી તપાસ હાથ ધરવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસથી બચવા ટ્રક ચાલક સિમેન્ટના બેલા નીચે દારૂ ને સંઘરી લાવવામાં આવ્યો હતો તેમ છતાં પણ તેઓની કારી ન ફાવી અને આખરે પોલીસની ઝપટે ચડી ગયા હતા


- text