સાપકડા ગામમાં ડેન્ગ્યુ નાબુદી અર્થે રાત્રીસભા યોજાઈ

- text


હળવદ : મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુએ માથું ઉચક્યું છે. ત્યારે હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સાપકડા ગામમાં ડેન્ગ્યુની ઉત્પત્તિ અને તેના ફેલાવાને રોકવા માટેની તકેદારી વિષે લોકોને જાગૃત કરટીમ વા માટે રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં PHCના સુપર વાઇઝર સલીમભાઇ પીપરવાડિયા અને તેની ટીમ તથા આયુર્વેદિક દવાખાનાના ડો. મનસુખભાઇએ ઉપસ્થિત રહી લોકોને માર્ગદર્શન આપ્યું હતું.

- text