181 અભયમ ટીમે મોરબીમાં ભૂલી પડેલ ભોપાલની બે મહિલાઓનો પરિવાર સાથે મિલાપ કરાવ્યો

- text


મોરબી : ભોપાલથી આવેલ બે મહિલાઓ સરનામું કે અન્ય વિગત પાસે ના હોવાના કારણે ઢુંવા નેશનલ હાઇવે પર ભૂલા પડી ગયા હતા. આ બાબતની જાણ 181 અભયમ ટીમને થતા તેઓએ સરનામું મેળવીને બંને મહિલાઓને યોગ્ય સરનામે પહોંચાડી તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યું હતું.

ગઈકાલે તા. 13 નવેમ્બરના રોજ થર્ડ પાર્ટી દ્વારા અભયમ મહિલા હેલ્પ લાઈન નંબર 181 પર આવેલા ફોન પરથી અભયમ ટીમને બે મહિલાઓ ઢુંવા નેશનલ હાઇવે પર ભૂલા પડી ગયા હોવાથી ખૂબ પરેશાન છે, તેવી જાણ થઇ હતી. આથી, અભયમ ટીમ ડ્રાઈવર બહાલભાઈ, કાઉન્સેલર ભટ્ટી પિંકી તથા કોન્સ્ટેબલ વનીતાબેન દ્વારા બંને બહેનોને મળી તેમની પાસેથી માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો હતો. બંને મહિલાઓએ આપેલી જાણકારી મુજબ તેઓ બંને ભોપાલ, મધ્યપ્રદેશથી આવેલા હતા. એક બહેનના પરિવારના સભ્યો મોરબીમાં કામ કરતા હતા. તથા અન્ય બહેન તેમની સાથે કામ મેળવવા અર્થે આવેલા હતા. તેઓ પાસે સરનામું, ફોન નંબર, કંપનીનું નામ, આધાર પુરાવા કે અન્ય વિગત ઉપલબ્ધ ના હતી. અભયમ ટીમે તેઓની ઘણી પૂછતાછ કરતા ખ્યાલ આવ્યો કે તેમની પાસે બેન્ક મની ટ્રાન્સફરની ચિઠ્ઠી છે. અભયમ ટીમે રિસીપટમાં રહેલા એકાઉન્ટ નંબર પરથી શોધખોળ આદરી હતી. અંતે, તેઓએ કંપનીના કોન્ટ્રાક્ટરનો નંબર મેળવી રોનક નામથી કોઈ વ્યક્તિ ત્યાં કાર્ય કરે છે. તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ અભયમ ટીમે બંને મહિલાઓને લેક્સેસ સીરામીક, લખધીરપુર રોડ, મોરબી ખાતે પહોંચાડી પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો.

- text


મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..

તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.

કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…

વધુ વિગત માટે : 9825675999, 9998951628


 

- text