મોરબીમાં રૂ. 300મા ઉભાઉભ આધારકાર્ડ કાઢી દેતા શખ્સને એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યો

- text


આધારકાર્ડ કઢાવવા માટે રૂ. 50ના નિયત કરેલા ચાર્જ ઉપર 3 મહિને વારો આવતો હોય યુવાન રૂ. 300 લઈને તાત્કાલિક આધારકાર્ડનું સેટિંગ કરી આપતો

મોરબી : મોરબીના સુપર માર્કેટમાં રૂ.300ની રીશ્વત લઈને ઉભાઉભ આધારકાર્ડ કાઢી આપતા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવાનને એસીબીએ છટકું ગોઠવીને પકડી પાડ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ એસીબીએ આ યુવાન સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એસીબી પીઆઇ એમ.બી. જાનીએ બનાવ અંગે જણાવ્યું હતું કે મોરબીના સુપરમાર્કેટમાં આવેલી ઓનેસ્ટ નામની ઝેરોક્ષની દુકાનમાં એક યુવાન રૂ. 300 લઈને તાત્કાલિક આધારકાર્ડ બનાવડાવી આપતો હોવાની ફરિયાદ મળી હતી. જેના પગલે એસીબીની ટીમે છટકું ગોઠવીને ટીમના એક માણસને ત્યાં આધારકાર્ડ બનાવવા માટે મોકલ્યો હતો. આ વેળાએ ત્યાં રહેલા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા મયંક વિજયભાઈ સરડવા ઉ.વ.19 રહે. રવાપરવાળાએ તેના પાસેથી રીશ્વત પેટે રૂ. 300ની માંગણી કરી હતી.

- text

ખરેખર આધારકાર્ડ કઢાવવા માટે નિયત કરેલ રૂ. 50નો ચાર્જ થતો હોય પણ 3 મહિને વારો આવતો હોય જેનો લાભ લઈને આ શખ્સ રૂ.300 વસૂલીને પોતે સિન્ડિકેટ બેંકમાં કોન્ટ્રાક્ટર વતી કામ કરતો હોવાથી આધારકાર્ડ બનાવી આપતો હતો. એસીબીના માણસે આ શખ્સને પાવડર વાળી નોટથી રૂ. 300ની ચૂકવણી કરતા શખ્સે તેને તાત્કાલિક આધારકાર્ડ બનાવી આપ્યું હતું. આમ એસીબીની ટીમે તેને છટકામાં રંગેહાથ પકડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text