જર્મનીમા ISO TC-189ની મિટિંગમાં ભારત વતી હાજરી આપતી મોરબી સીરામીક એસો.ની ટિમ

- text


મહત્વની ગણાતી આ બેઠકમાં એસો. પ્રમુખ નિલેશ જેતપરિયા અને ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવરની ઉપસ્થિતિ : ત્રી દિવસીય બેઠકનો આજથી થયો આરંભ

મોરબી : જર્મનીમાં આજથી ત્રી દિવસીય વર્લ્ડ ટાઇલ્સ સ્ટાન્ડર્ડ ISO TC-189ની મીટિંગનો પ્રારંભ થયો છે. જેમા ભારત વતી મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવરે હાજરી આપી છે. આ મિટિંગમાં ક્વોલિટી ટેસ્ટિંગ કરીને તેના આધારે સ્ટાન્ડર્ડમા સુધારા નક્કી કરવામાં આવે છે.

વિશ્વભરના ટાઇલ્સ ઉત્પાદકો, ઔધોગીક સંગઠનો તેમજ સ્ટાન્ડર્ડાઇજેસન બોડીના અધિકારીઓ અને સલાહકારોની જર્મનીના બર્લિન ખાતે વર્લ્ડ ટાઇલ્સ સ્ટાન્ડર્ડ ISO TC-189ની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 3 દિવસ ચાલનારી આ બેઠક આજે સોમવારથી શરૂ થઈ છે. આ બેઠકમાં ટાઇલ્સ કવોલીટી, ટેસ્ટીંગ અને બીજી બાબતો વિષે ચર્ચા કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવે છે. આ બેઠકમાં ભારત વતી મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષ જેતપરીયા તેમજ ટેકનીકલ સલાહકાર જેરામભાઇ કાવરે BISના અધિકારીઓ સાથે હાજરી આપી છે.

- text

મિટિંગમા અમેરીકા, મલેશીયા, ઇટાલી, સ્પેન, જોર્ડન, જર્મની, ભારત, જાપાન, ઇઝરાયલ, મેક્સીકો, ઇરાન, સ્વીડન, ફીલીપાઇન્સ વગેરે દેશોના એશોસીએસન તેમજ કવોલીટી સ્ટાન્ડર્ડ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મીટીંગમા નવા કવોલીટી સ્ટાન્ડર્ડ તેમજ જુના સ્ટાન્ડર્ડમા સુધારા વધારા કરવા માટેની પ્રપોઝલ તેમજ નિયમો નકકી કરવામા આવે છે.

- text