મોરબીમાં વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ અંતર્ગત રવિવારે તુલસીના રોપાનું વિતરણ કરાશે

- text


નગર પાલિકાના સહયોગથી પ્લાસ્ટિક મુક્ત મિશન અંતર્ગત કાપડની થેલીનું પણ વિતરણ કરાશે

મોરબી : તુલસી વિવાહ નિમિતે વર્ષોથી તુલસીના રોપાનું પૂજન કરવાની પરંપરા છે. ત્યારે મોરબીમાં લોકોને તુલસીના રોપા વિનામૂલ્યે મળી રહે તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા તુલસી વિવાહ અંતર્ગત રવિવારે તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી, વહેલા તે પહેલાના ધોરણે લોકોને તુલસીના રોપના વિતરણનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. નગર પાલિકાના સહયોગથી પ્લાસ્ટીક મુક્ત મિશન અંતર્ગત કાપડની થેલીનું પણ વિતરણ કરાશે.

- text

તુલસી વિવાહ નિમિતે આદિકાળથી તુલસીના રોપાનું પૂજન કરવાની ધાર્મિક પરંપરા છે. ત્યારે મોરબીમાં લોકોને વિનામૂલ્યે તુલસીના રોપા મળી રહે તે માટે તુલસી વિવાહ અંતર્ગત વિનામૂલ્યે તુલસીના રોપાનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી મયુર નેચર કલબ, મોરબી અપડેટ, ઇન્ડિયન લાયન્સ કલબ તથા મોરબી અને ટંકારના વન વિભાગ દ્વારા તુલસી વિવાહના અનુસંધાને તા.3ના રોજ રવિવારે સવારે મોરબીના શનાળા રોડ રામચોક કે.કે. સ્ટીલની સામે આવેલ સંદેશ બ્યુરો ઓફીસ નીચે તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે.આ તુલસીના રોપાનું સવારે 9 વાગ્યથી વિતરણ કરવામાં આવશે. આશરે 500થી વધુ તુલસીના રોપાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. આથી, વહેલા તે પહેલાના ધોરણે શહેરીજનોને આ તુલસીના રોપના વિતરણનો લાભ લેવાની અપીલ કરવામાં આવી છે. આની સાથે નગરપાલિકાના સહયોગથી સ્વચ્છ ભારત મિશન પ્લાસ્ટિક મુક્તિ અભિયાન સંદર્ભે કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે. જેનો પણ લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text