પાક વીમાના દાવા માટે જાહેર કરાયેલા હેલ્પલાઈન નંબર શોભાના ગાંઠિયા સમાન

- text


ખેડુતોના પાક નુકસાનના વળતરના નામે ખેડૂતો સાથે મશ્કરી : વીમા કંપનીઓના હેલ્પલાઈન નંબર બંધ જ આવે છે અનેક ખેડૂતોની ફરિયાદ

મોરબી : તાલુકામાં વરસાદથી થયેલા નુકસાનની અરજી અસરગ્રસ્ત ખેડૂત કરી શકે તે માટે ખેડૂત હેલ્પલાઇન નંબરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે, પરંતુ હાલ આ ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. ગુજરાતમાંથી અનેક ખેડૂતો જાહેર થયેલા જે-તે હેલ્પલાઇન નંબર પર ફોન કરી રહયા છે ત્યારે ફોન બંધ આવવાની ફરિયાદો ઉઠી રહી છે.ઉલ્લેખનીય છે કે કૃષિ સચિવે 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે.

- text

1800 200 5142 યુનિવર્સલ સોમ્પો કંપનીનો ટોલ ફ્રી નંબર છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી. ખેડૂતો પોતાની ફરિયાદ ક્યાં લખાવે તે મોટો પ્રશ્ન ઉદ્દભવ્યો છે. રાજ્યભરમાં કમોસમી વરસાદ થતા ખેડૂતોએ વીમા કંપની તરફ મીટ માંડી છે. ખેડૂતો વીમા કંપનીનો સંપર્ક કરતા વીમા કંપનીની વાસ્તવિકતા સામે આવી છે. આ વીમા કંપનીઓનો ટોલ ફ્રી નંબર બંધ આવી રહ્યો છે. આથી ખેડૂતો હેરાન થઇ રહ્યાં છે. ખેડૂતો ફરિયાદ માટે ફોન કરે છે પણ ફોન લાગતા નથી. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં ધાંધીયા સામે આવ્યાં છે.

જ્યારે રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઇ ઉપાડતું નથી એવી રાવ ઉઠી છે. જો કે રિલાયન્સ વીમા કંપનીનો નંબર માત્ર 9:30થી 6:30 સુધી જ કાર્યરત રહે છે. પરંતુ આ સમય દરમ્યાન પણ રિલાયન્સ વીમા કંપનીનો ફોન કોઈ ઉપાડતું નથી. આ ફોનને ઓટો મોડ પર મુકીને વીમા કંપનીઓ ખેડૂતોને હેરાન કરી રહી છે. જ્યારે કૃષિ સચિવે ખેડૂતોને 72 કલાકમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે. 100 ટકા કરતા વધુ વરસાદ ખેડૂતો માથે ઉપાધિ સાબિત થઈ રહ્યો છે.

- text