લક્ષ્મીનગર ગામમાં ભંખોડિયા પરિવાર દ્વારા સ્નેહમિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો

- text


મોરબી : લક્ષ્મીનગર (રોટરી નગર) ગામમાં ગત તા. 28 ઓક્ટોબરના રોજ નવા વર્ષના પ્રથમ દિવસે સ્નેહ મિલન તથા વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં ભંખોડિયાં પરિવારના કે.જી.થી લઇ ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત બેડમિન્ટન સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી કુસુમ ભંખોડિયાનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે નીતિન ભંખોડિયા (કસ્ટમ સુપ્રિન્ટેન્ડ ઈન GST – ભાવનગર), ડો. બિંદીબેન ભંખોડિયા (સિવિલ હોસ્પિટલ – અમરેલી), ડો. રાજન ભંખોડિયા (MBBS), ભરતભાઈ ભંખોડિયા (BSNL – રાજકોટ), મનીષ ભંખોડિયા (એસોસિયેટ મેનેજર – કેડિલા કંપની), ઉષાબેન ભંખોડિયા (આચાર્ય, એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ – મોરબી), હિરેન ભંખોડિયા (SBI – બ્રાન્ચ મેનેજર, દહીંસરા શાખા), ભાવેશભાઈ ભંખોડિયા (શિક્ષક), મુકેશ ભંખોડિયા (શિક્ષક – રાપર, કચ્છ), સંજય ભંખોડિયા (પ્રિન્સિપાલ – RMC સ્કૂલ – રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને વક્તવ્ય દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન ભંખોડિયા પરિવારના શિક્ષક દંપતી કાંતિલાલ ભંખોડિયા અને પ્રિયંકા ભંખોડિયાએ કર્યું હતું. કાર્યક્રમના અંતમાં સૌએ સ્વરુચિ ભોજન લઇ એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી.

- text