જુના ઘાંટીલા ગામમાં આજે નાટકનો કાર્યક્રમ

- text


માળીયા (મી.) : જુના ઘાંટીલા ગામમાં આથમણો ઝાંપો ખાતે જુના ઘાંટીલા યુવક મંડળ દ્વારા આજ રોજ તા. 1 નવેમ્બરને શુક્રવારના રોજ લાભ પાંચમના દિવસે દેશ ભક્તિ નાટક ‘દેશપ્રેમ’ તથા કોમિક ‘માલી મતવાલી’ નાટકનું રાત્રે 9 કલાકે આયોજન કરેલ છે. આ તકે જુના ઘાંટીલા યુવક મંડળ દ્વારા ગ્રામજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text