ટંકારા : પોલીસ પર હુમલો કરવાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના જોધોપર ઝાલા ગામે પોલીસની દારૂની રેડ દરમિયાન હુમલો કરવાના ચકચારી બનાવમાં ઘણા સમયથી ફરાર રહેલો મુખ્ય આરોપીને ટંકારા પીએસઆઇ એલબી બગડા સહિતના સ્ટાફે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાધેલા સાહેબની સુચનાથી અને શ્રી નાયબ પોલીસ અધિક્ષક ડી.જી ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ નાશતા ફરતા આરોપીઓ પકડવાની સુચના અનુસંધાને પો.સબ.ઈન્સશ્રી એલ.બી બગડા સાહેબ તથા પો.હેડ.કોન્સ ફીરોજખાન પઠાણ તથા પો.કોન્સ વિશ્ર્વરાજસિંહ ઝાલા નાઓ ને મળેલી બાતમી આધારે ટંકારા પો.સ્ટે ફસ્ટ ગુરનં-૫૧/૨૦૧૯ આઈ.પી.સી કલમ-૩૦૭,૩૩૩,૩૨૩,૩૩૮,૧૪૩,૧૪૭,૧૪૯ તથા જી.પી એક્ટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે છેલ્લા ત્રણ માસથી નાશતો ફરતો આરોપી કુલદીપસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે.જોધપરઝાલા વાળાને ઝડપી લીધો હતો. ટંકારના જોધપર ઝાલા ગામે અગાઉ પોલીસે દારૂની રેડ કરી હતી.ત્યારે બુટલેગરોએ પોલીસ ઉપર હુમલો કર્યા હતો.જે બનાવનો આ મુખ્ય આરોપી છે.જેને હાલ પલોસે ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

- text


- text