હીમોફીલિયાગ્રસ્ત બાળ દર્દીએ જન્મદિવસે સરકારી તબીબોનું સન્માન કરી દર્દીઓને ફ્રૂટ વહેચ્યું

- text


મોરબી : સામાન્ય રીતે, જયારે લોકો ગંભીર રોગનો ભોગ બને ત્યારે તેને હતાશા ઘેરી વળે છે. પરિવારજનો પણ તણાવગ્રસ્ત બની જાય છે. તેમજ મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગને બીમારીના લીધે નાણાકીય બોજનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. ત્યારે મોરબીમાં હીમોફીલિયા રોગથી પીડાતા બાળકે બીમારીથી હતાશ થયા વિના પોતાના જન્મદિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ફળોનું વિતરણ કરીને ગંભીર રોગના કારણે હતાશ થઇ જતા લોકોને પ્રેરણા આપી હતી.
મોરબી ભાજપના અગ્રણી બાબુભાઈ પરમારનો પુત્ર દીપ હિમોફીલીયાનો દર્દી છે. તેની મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દીપે આજ રોજ પોતાના જન્મદિવસ નિમિત્તે મોરબી સિવિલ હોસ્પિટલના ડો. દુધરેજીયાને ફૂલ-હાર દ્વારા સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફળોનું વિતરણ કરીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે દીપના માતા-પિતા દ્વારા નરેન્દ્ર મોદીને હીમોફીલિયાની સારવાર માટેના અતિ ખર્ચાળ એવા ફેકટર ઇન્જેક્શન, જે વિદેશથી મંગાવવામાં આવે છે. તેને ફ્રી કરવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2014થી મોરબી સિવિલ હોસ્પિટલમાં આ ઇન્જેક્શન વિનામુલ્યે આપવામાં આવે છે. જે બદલ બાબુભાઈ પરમાર દ્વારા નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text


- text