મોરબીના મોટી વાવડી ગામે ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો

- text


મોરબી : મોરબી એસઓજી સ્ટાફે આજે બાતમીના આધારે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે એક શખ્સને ગેરકાયદે બંદૂક સાથે ઝડપી લઈ તેની સામે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાએ આગામી દિવાળીના તહેવારોની શાંતિપૂર્ણ વાતાવરણ ઉજવણી થાય તે માટે ગેરકાયદે હથિયારો રાખી અસામાજિક પ્રવૃતિઓ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવાની સૂચના આપતા મોરબી એસઓજી પી.આઈ.જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ફારૂકભાઈ પટેલ અને પ્રવીણસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે એસઓજી સ્ટાફે મોરબી તાલુકાના મોટી વાવડી ગામે સીમ વિસ્તારમાં હસમુખભાઈ ઉર્ફે હંસરાજભાઈ અમરશીભાઈ ગોઢડિયા ઉ.વ.59 રહે મોટી વાવડી ગામની સીમમાં સરકારી ખરાબાને એક ગેરકાયદે બંદૂક સાથે ઝડપી લીધો હતો.તેમજ તેની સામે મોરબી તાલુકા પોલીસ મથકે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

- text

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text