પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપુનમનો રાસોસત્સવ ઉજવાયો

- text


મોરબી : મોરબીમાં ઠેર ઠેર શરદપૂનમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભે “મોરબી પરશુરામ યુવા ગ્રુપ” દ્વારા પણ ધામધૂમથી રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ખેલૈયાઓ ટ્રેડીશનલ ડ્રેસ પહેરી અને ગરબાના તાલે ઘૂમ્યા હતા અને બાદમાં શરદપુનમની રઢિયાળી રાત્રીએ શીતળ દૂધપૌવા લઈને છુટા પડયા હતા.

મોરબીમાં ઠેર ઠેર શરદપુનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આજે “દવે પંચોલી વિદ્યાર્થી ભુવન ગ્રાઉન્ડ” ખાતે શરદપૂનમ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી બ્રહ્મસમાજના આગેવાનો, કાર્યકરો સહિત અધિકારીઓ અને એસપી બન્નો જોશી ઉપસ્થિય રહ્યા હતા.

આ તકે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પડ્યાએ જણાવ્યું હતું કે મોરબીમાં શરદપુનમનો આ કાર્યક્રમ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે અને પુરુષો મહિલાઓ સહિત તમામ યુવતીઓ અને બાળકો પણ પૂનમના ચાંદની રઢિયાળી રાત્રીના ગરબે ઘૂમે છે અને બાદમાં દૂધ પૌવાનો પ્રસાદ લઈને છુટા પડે છે. આ વર્ષે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવેલ અદકેરા આયોજનમાં બ્રહ્મસમજના મોટી સંખ્યામાં ભૂદેવો ઉમટી પડ્યા હતા. જયારે મોરબી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોષીએ ખાસ હાજરી આપી આયોજકોનો ઉત્સાહ વધાર્યો હતો. આયોજનને સફળ બનાવવા માટે મોરબી પરશુરામ યુવા ગ્રુપના પ્રમુખ કેયુરભાઈ પંડ્યા, મંત્રી પ્રણવભાઈ ત્રિવેદી, અમિતભાઈ પંડ્યા, ધ્વનિત દવે, હર્ષ વ્યાસ, ઉર્વીશ જોશી, આશિષ વ્યાસ, ધ્યાનેશભાઈ રાવલ, મુકેશભાઈ જાની, ચિંતનભાઈ ભટ્ટ, નીરજભાઈ ભટ્ટ, ધર્મેન્દ્રભાઈ જોશી સહિતના પરશુરામ યુવા ગ્રુપના સભ્યો આગેવાનો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text