પ્રેરણાદાયી પરંપરા શરૂ : મોરબીમાં બે યુગલના ઘડિયા લગ્ન યોજાયા

- text


મોરબી માળીયા સમૂહલગ્ન સમિતિના સરાહનીય પ્રયાસોથી પાટીદાર સમાજમાં લગ્નના ખોટા ખર્ચ ટાળવા કાંતિકારી પહેલ

મોરબી : મોરબીમાં ગયા વર્ષે લગ્નની સિઝન દરમિયાન પાટીદાર સમાજે લગ્નની પરંપરામાં સામાજિક કાંતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કર્યો હતો. જેમાં લગ્નના ખોટા ખર્ચ બચાવવા માટે સગાઈમાં લગ્ન કરવાની ઘડિયા લગ્ન લેવાની આવકારદાયી પહેલ કરી હતી અને સમાજમાં આ દિશામાં ભારે જનજાગૃતિ આવતા અનેક ઘડિયા લગ્ન યોજાયા હતા ત્યારે હવે ફરી લગ્નની સિઝન શરૂ થઈ જતા પાટીદાર સમાજ ઘડિયા લગ્નની પ્રેરણાદાયી પરંપરા શરૂ કરી દીધી છે. જેમાં આજે મોરબીના બે અલગ અલગ ગામોમાં બે યુગલની સગાઈ બાદ તુર્તજ ઘડિયા લગ્ન યોજાયા હતા.

મોરબીમાં પાટીદાર સમાજે લગ્નની પરંપરામાં નવો ચીલો ચાતર્યો છે. જેમાં આજના સમયમાં મોંઘાદાંટ લગ્ન થતા હોય જે સામાન્ય પરિવારને પરવડે એમ ન હોય અને આવી રીતે લગ્ન કરીને બન્ને પક્ષના પરિવારો કર્જદાર બની જતા હોવાથી ગયા વર્ષે પાટીદાર સમાજે લગ્નના ખોટા ખર્ચથી બચાવવા માટે નવતર પહેલ કરી હતી. જેમાં જે પરિવારમાં સગાઈ હોય ત્યારે એ યુગલના એ જ માડવામાં લગ્ન ગોઠવી દેવાના જેથી એક ખર્ચમાં બન્ને પ્રસંગ ઉજવાઈ જાય અને લગ્નના ખોટા ખર્ચથી બચી શકાય.

- text

ગતવર્ષ આ રીતે અનેક ઘડિયા લગ્ન લેવાયા હતા. ત્યારે હવે મોરબીમાં લગ્નની સીઝન શરૂ થઈ છે. તેથી મોરબીના પાટીદાર સમાજ દ્વારા જે ઘડિયા લગ્ન કરીને ખોટા ખર્ચ ટાળવાની પ્રણાલી શરૂ થઈ ગઈ છે. જેમાં મોરબીના વાંકડા ગામના નિવાસી અંબારામ ભાઈ પરસોતમભાઈ દેકાવડિયાના સુપુત્ર ચિરાગ તેમજ હળવદ માનગઢ ગામના નિવાસી ભરત ભાઈ ત્રિભોવન ભાઈ કાવરની સુપુત્રી ડિમ્પલ બેનના સગાઈના પ્રસંગમાં જ વડીલોની ઈચ્છા મુજબ ઘડિયા લગ્ન લેવાયા હતા. તેમજ ખેવારિયા નિવાસી હરેશભાઇ વાઘજીભાઈ રાજપરાની સુપુત્રી સેજલ અને પ્રકાશભાઈ નરશીભાઈ અંબાણીના સુપત્ર કિશનના શ્રીફળ વિધિ અને કંકુ પગલના પ્રસંગમાં જ લગ્ન કરી દેવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોરબી માળિયા સમૂહ લગ્ન સમિતિના હોદેદારોએ પણ હાજરી આપી ખોટી દેખા દેખી માંથી મુક્તિ મેળવવાની સાચી હકીકત સમાજ સુધી પહોંચાડી હતી. અત્યાર સુધીમાં મોરબીમાં 200 જેટલા ઘડિયા લગ્ન લેવાયા છે.

 

- text