મોરબી : પોલીસ મથકમાં ભારતના બંધારણ વિષય પર સેમિનાર યોજાયો

- text


આ સેમિનારનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે ભારતનું બંધારણ વિષય પર સેમિનાર યોજાયો હતો. જેમાં બંધારણના નિષ્ણાતે યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારનો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. મોરબીના એ ડિવિઝન પોલીસ મથક.ખાતે આજે મોરબી જિલ્લા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી અને રાજકોટની ટી.ટી.સી.એકેડમી દ્વારા ભારતનું બંધારણ વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટની ટી.ટી.સી.એકેડમીના સંચાલક મનીષભાઈ ગઢવીએ ભારતનું બંધારણ અને કાયદા વિષય પર યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.આ સેમિનારમાં મોરબીના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થી ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને પીઆઇ આર.જે.ચૌધરી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text