વાંકાનેરની મોડેલ સ્કૂલમાં ઉજાસ ભણી કાર્યક્રમ યોજાયો

- text


વાંકાનેર : વાંકાનેરની મોડેલ સ્કૂલ ખાતે “ઉજાસ ભણી” કાર્યક્રમની ઉજવણી કરવામા આવી હતી. જેમાં ડો. હેતલબેન માકડીયા (RBSK) દ્વારા ગઈકાલે તા.11-10-2019ના રોજ વિદ્યાર્થીઓને એઇડ્સ, મલેરિયા, ડેન્ગ્યુ અને તારુણયને લગતા પ્રશ્નોની માહિતી આપવામાં આવેલ હતી. તેમજ આજે તા.12-10-2019ના રોજ શ્રી સમીરભાઈ લઘડ (ઇન.પ્રોટેક્શન ઇન્સ્પેક્ટર) જિલ્લા બાળ સુરક્ષા એકમ – મોરબી દ્વારા ચાઈલ્ડ રાઈટ્સ, પોકસો, બાળ વિવાહ, બાળકો માટેની સરકારની વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ હતી. આ શાળાના આચાર્ય એન. વી. રાણીપા (G.E.S.Class-2) અને તમામ સ્ટાફ પરિવારે બંને તજજ્ઞ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો.

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text