સંકલ્પ નવરાત્રીમાં આજે રાત્રે 11 કલાકે રાવણ દહન કરાશે

- text


મોરબી : મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં આજે રાત્રે દશેરા નિમિતે ગ્રાન્ડ ફાઇનલની સાથોસાથ રાવણ દહનના ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી નજીક કંડલા બાયપાસ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ પાસે આવેલ ક્રિષ્ના ગાઉન્ડ ખાતે સંકલ્પ નવરાત્રી મહોત્સવનો આજે અંતિમ દિવસ છે. આજે અહીં ગ્રાન્ડ ફાઇનલ યોજાનાર છે. આ સાથોસાથ અહીં રાવણ દહનનો કાર્યક્રમ રાત્રે 11 કલાકે યોજાશે. જેમાં 10 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતા રાવણનું દહન કરવામાં આવશે. આ કાર્યક્રમ શહેરની તમામ જનતા માણી શકે તે માટે રાહત દરે એન્ટ્રી આપવામાં આવશે. આ કાર્યક્રમ માણવા સંકલ્પ નવરાત્રીમાં પધારવા માટે યંગ ઇન્ડિયા ગ્રૂપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ આમંત્રણ પાઠવ્યું છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text