મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીની શોભાયાત્રા કાઢી શસ્ત્ર પૂજન કરાયું

- text


શોભાયાત્રામાં બાઇક, કાર, સહિતના વાહનોનો મોટા કાફલા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત વેશમાં જોડાયા : શોભાયાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું

મોરબી : મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીની શોભાયાત્રા કાઢી શનાળા ગામે શક્તિ માતાજીના મંદિરે પરંપરા અનુસાર ભક્તિભાવ પૂર્વક શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું.જોકે આ શોભાયાત્રામાં બાઇક, કાર, સહિતના વાહનોનો મોટા કાફલા સાથે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષામાં જોડાયા હતા અને શોભાયાત્રાનું ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. મોરબીમાં ક્ષત્રિય સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર આજે અસત્ય પર સત્યના વિજય પ્રતીક રૂપે માનાવા વિજયા દશમીના પાવન અવસરે શોભાયાત્રા અને શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આજે બપોરે મોરબીના સામાકાંઠે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ ખાતેથી ક્ષત્રિય સમાજ દ્વારા વિજયા દશમીની પરંપરાગત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ઘોડા,કાર,બાઇકો તથા જીપ સહિતના વાહનોના મોટા કાફલા સાથે ક્ષત્રિય સમાજના લોકો પરંપરાગત વેશભૂષા સાથે જોડાયા હતા અને જય રાજપૂતાના તથા જયમાતાજીના જયઘોષ સાથે વાતાવરણ ગજવી દીધું હતું.

- text

આ ક્ષત્રિય સમાજની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ઠેરઠેર આ શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં આ શોભાયાત્રા શક્ત શનાળા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરે પહોંચી હતી. જ્યાં ક્ષત્રિય સમાજના ભાઈઓએ શક્તિ માતાજી સમક્ષ ભક્તિભાવ પૂર્વક શીશ ઝુકાવીને પોતાના શસ્ત્રોનું પૂજન કર્યું હતું.


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text