ગરીબ વિદ્યાર્થીઓને પગરખાં પહેરાવીને પુત્રના પ્રથમ જન્મદિવસની ઉજવણી કરતો ડાંગર પરિવાર

- text


માળીયા (મી.) : માળીયા તાલુકાના ખાખરળા ગામના યુવાને પોતાના પુત્રનાં પ્રથમ જન્મદિવસ નિમિત્તે અનોખી પહેલ કરીને પ્રેરણાત્મક સંદેશો પૂરો પાડ્યો હતો.

સમાજમાં આવેલી જાગૃકતાને કારણે લગ્ન કે જન્મદિવસ જેવા શુભ પ્રસંગો નિમિત્તે દેખાડો કરવા માટે રૂપિયાનો વેડફાટ કરવાને બદલે એ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે સેવા યજ્ઞ તરફ વળ્યા છે ત્યારે ખાખરળા ગામના પ્રભુભાઈ બચુભાઇ ડાંગરના પુત્ર રુદ્રના પ્રથમ જન્મદિન નિમિત્તે માળીયા મી.ના અંતરિયાળ ગામ વર્ષામેડીની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગ્રામીણ ગરીબ 123 વિદ્યાર્થીઓને પગરખાનું વિતરણ કર્યું હતું. આ ઉપરાંત મોરબી બાયપાસ નજીક આવેલી ઝૂંપડપટ્ટીના ગરીબ બાળકોને પણ પગરખાં વિતરણ કરીને પુત્રના જન્મ દિવસની ઉજવણી કરી સમાજને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text