હળવદમાં ખેતીના થયેલા સર્વેના આકડા ખેડૂતો માટે અન્યાયકારી : ધારાસભ્ય સાબરીયા

- text


ધારાસભ્ય સાબરીયાએ મુખ્યમંત્રીને રજુઆત કરી વરસાદ બંધ થાય પછી ફરીથી ખેતીમાં સર્વે કરવાની માંગ કરી

હળવદ : હળવદ તાલુકામાં અગાઉ સર્વે કરવામાં આવ્યો હતો અને સરકારી તંત્રએ જે ખેતીવાડીના નુકશાની આકડા દર્શાવ્યા છે.તેની સામે હળવદ વિસ્તારના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરિયાએ વાંધો ઉઠાવ્યો છે.તેમના જણાવ્યા મુજબ હળવદમાં ચાલુ વર્ષે અતિવૃષ્ટિ થઈ છે અને હજુપણ ભારે વરસાદ વરસતો હોવાથી ખેતીમાં મોટાપાયે નુકશાની થઈ છે.ત્યારે ખેતીવાડીના આ સર્વેના આકડા યોગ્ય નથી.તેના કારણે અનેક ખેડૂતોને વળતર મળશે નહીં.તેથી તમામ અસરગ્રસ્ત ખેડૂતો થયેલી નુકશાનીનું વળતર મળી રહે તે માટે વરસાદ બંધ થયા પછી ફરીથી ખેતીમાં સર્વે કરાવવાની માંગ સાથે તેમણે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

હળવદ પંથકમાં છેલ્લા કેલાક દિવસથી વરસાદને કારણે ખેડૂતોને મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઇ ગયા જેવો ઘાટ સર્જાયો છે ત્યારે ખાસ કરીને પંથકમાં કપાસ, મગફળી અને તલ ના પાક માં મોટા પાયે નુકસાન થયાનું ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે.ત્યારે ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકની નુકસાનીનો સર્વે કરાયો છે, જે અહેવાલ મુજબ સર્વેના આંકડા યોગ્ય નથી તેમ જ ખેડૂતોને અન્યાયકારી છે. કારણ કે,છેલ્લા ૧૫ દિવસમાં વરસાદને કારણે કપાસ,મગફળી,તલ,જુવાર બાજરી અને શાકભાજી વગેરે પાકોને ભારે વરસાદને કારણે સુકારો બેસી જતા નુકસાન થયેલ છે. જેને અર્થમાં વરસાદ બંધ થયા બાદ જ આ નુકસાનીનો સરવે કરવાથી સાચા આંકડા સામે આવશે અને સરકારશ્રી તથા ખેડૂતો દ્વારા ફસલ વીમા યોજના માં થયેલ વીમા પ્રીમિયમ રકમનું ખરા અર્થમાં વળતર મળી શકે જેથી વરસાદ બંધ થાય તુરંત જ પંથકમાં યોગ્ય સર્વે કરી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરાઇ છે.

- text


Morbi Updateની એક લાખથી વધુ એપ્લિકેશન ડાઉનલોડ કરવા બદલ મોરબીવાસીઓનો દિલથી આભાર.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ ચાલી રહી છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text