હળવદના જુના દેવળિયા ગામે ઘરફોડ ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

- text


 

મોરબી એલસીબીની ટીમે ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો : તમામ ચોરાઉ મુદામાલ કબ્જે કર્યો

મોરબી : હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેણાક મકાનમાંથી તસ્કરો રૂ.60 હજારના મુદામાલની ચોરી કરી ગયા હોવાની મકાન માલિકે ફરિયાદ નોંધાવ્યા બાદ મોરબી એલસીબી ટીમે આ ચોરીના બનાવનો ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો હતો અને ધરફોડ ચોરી કરનાર બે શખ્સોને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

આ બનાવની મોરબી એલસીબી ટીમ પાસેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના જુના દેવળીયા ગામે રહેતા અને મજુરી કામ કરતા સુનિલભાઈ બચુભાઇ દુદાણા ઉ.વ.35 નામના યુવાનના મકાનમાં ગત તા.24ના રોજ તસ્કરો ત્રાટકયા હતા.જેમાં તસ્કરોએ તેમની ઓરડીને આગળના દરવાજાને ખોલી અંદર પ્રવેશીને ઓરડીમાં રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના રોકડ રકમ મળીને કુલ રૂ.60 હજારની ચોરી કરી ગયા હતા.આ બનાવ અંગે મકાન માલિકે ફરિયાદ નોધાવી હતી.

- text

આ ઘરફોડ ચોરીના આરોપીઓને ઝડપી લેવાની મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વધેલાએ સૂચના આપતા એલસીબીના પી.આઇ.વી.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ આજે મીરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે પેટ્રોલીગ કરી રહ્યો હતો.એ દરમિયાન બે શખ્સો ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળતા અને તેમની પાસે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના તથા રોકડ જોવા મળતા પોલીસે તેના આધાર પુરાવા માંગ્યા હતા.પરંતુ બન્ને શખ્સો આધાર પુરવા રજૂ ન કરતા પોલીસે તેની આગવી ઢબે પૂછપરછ કરતા બન્ને આરોપી દિનેશભાઇ મગનભાઈ નાયકા અને રંગેશભાઈ વેચાણભાઈ નાયકા મૂળ છોટા ઉદેપુર હાલ હળવદના જુના દેવળીયા ગામની સીમમાંએ જુના દેવળીયા ગામે ઘરફોડી કરી હોવાની કબૂલાત આપી હતી આ આરોપીઓ આખો દિવસ સીમમાં કામ કરી સાંજના સમયે હટાણુ કરવાના બહાને ગામમાં નીકળી રેકી કરીને ચોરી કરતા હોવાનું ખુલ્યું છે.આથી પોલીસે હાલ બન્ને આરોપીઓની ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text