લજાઈ ગામે ગૌમાતાના લાભાર્થે 1લી ઓક્ટોબરે ઐતિહાસિક નાટક ગૌ-આશીષ ભજવાશે

- text


લોકરંજન માટે નહીં પણ ગૌમાતાઓનું કાળજીપૂર્વક જતન માટે નાટ્યકલા વર્ષોથી અડીખમ : વર્ષોથી દર નવરાત્રીએ ગામના શિક્ષિત યુવાનો ઐતિહાસિક નાટક ભજવી ગૌમાતાઓ માટે આખા વર્ષનું ભંડોળ એકઠું કરે છે

મોરબી : મોરબી નજીક આવેલ લજાઈ ગામે દર નવરાત્રીએ ઐતિહાસિક નાટક ભજવવાની પરંપરા આજે વર્ષો પછી પણ અડીખમ રહી છે.આ નાટક ભજવવા પછળ ગોમતની સેવા કરવાનો નિઃસ્વાર્થ હેતુ રહેલો છે. ગામલોકો વર્ષોથી દર નવરાત્રીએ ઐતિહાસિક નાટક ભજવીને ગામની ગૌશાળામાં આશ્રય લેતી માંદી અપગ અને નિરાધાર ગાયોના આખા વર્ષના નિભાવ માટે ભંડોળ એકઠું કરાઇ છે.દર વર્ષ ગાયોના લાભાર્થે નાટકો યોજવાની પરંપરા અનુસાર આ વખતે નવરાત્રી દરમિયાન તા.1 ઓક્ટોબરની રાત્રે 9-30 વાગ્યે લજાઈ ગામે કામધેનુ વિસામો ટ્રસ્ટ અને સમસ્ત ગામ દ્વારા ઐતિહાસિક નાટક ગૌ-આશીષ ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક નાટક ભજવવાની સાથોસાથ હાસ્ય કોમિક પણ ભજવાશે.આમ તો ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી ઐતિહાસિક નાટકો ભજવાય છે જેમાં ગૌમાતાના જતનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે જોકે આજે ડિજિટલ અને તેમાંય દરેક હાથમાં મોબાઈલ આવતા નાટ્યકલા ઓક્સિજન ઉપર આવી હતી.તેમ છતાં મોરબી માટે ઉજળું જમા પાસું એ છે કે હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં નાટ્યકલા જીવંત રહી છે.ખાસ કરીને નવરાત્રીમાં નાટકો યોજવાની પરંપરા આજે પણ જળવાઈ રહી છે. ત્યારે મોરબી નજીક આવેલા ટંકારા તાલુકાના લજાઈ ગામે વર્ષોથી ગૌમાતાઓ લાભાર્થે ઐતિહાસિક નાટકો ભજવાય છે.

- text

વર્ષ 1967માં ગૌમાતાઓ માટે કામધેનુ વિસામો ટ્રસ્ટની સ્થાપના થઇ હતી.તે સમયે તમામ ગ્રામજનોએ સંકલ્પ કર્યો હતો કે, અમારી ગાય કદી કતલખાને નહિ જાય. આ સંકલ્પ.લીધા બાદ ગૌમાતાઓના જતન માટે દર નવરાત્રીએ ઐતિહાસિક નાટકો ભજવવાનો નક્કી કર્યું હતું અને ત્યારથી માંડીને આજ સુધી દર નવરાત્રીએ નાટકો યોજીને ગામની ગૌશાળામાં આશ્રય લેતી માંદી, અપંગ, નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે.આ નાટકો સોહમદત બાપુ જાતે જ લખે છે.ગામના ઉધોગપતિઓ, વેપારીઓ, શિક્ષિત યુવાનો અને ખેડૂતો કોઈપણ છોછ વગર નાટકોના સ્ત્રી સહિતના પાત્રો બખૂબીથી ભજવે છે.આ નાટકોની લોકપ્રિયતાએ એટલી છે કે, નાટક શરૂ થતાની સાથે મેદાનમાં હકડેઠઠ જનમેદની ઉમટી પડે છે અને લોકો ગાયો માટે ઉદાર હાથે ફાળો નોંધાવે છે.જોકે આ નાટકો ભજવતા યુવાનોને અભિનયમાં કારકિર્દી ધડવા માટે કેટલીક ઓફરો આવી હતી.પણ યુવાનોએ એ ઓફરોને ઠુકરાવીને માત્ર ગૌસેવા માટે નાટકો કરવાની પરંપરા જાળવી રાખી છે.

મોરબી અપડેટના સમાચારો સરળતાથી મેળવવા અને વાંચવા માટે અમારી Morbi Update એપ્લિકેશન પ્લેસ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના સ્થાનિક સમાચારો : એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en_IN

ખાસ નોંધ : મોરબી અપડેટના ભળતા નામથી મોરબીમાં અમુક વેબ સાઈટ શરુ થઇ છે. તો વાચકોને નમ્ર અપીલ છે કે મોરબી અપડેટના નામે સમાચાર કે જાહેરખબર આપતા પેહલા પૂરતી ખરાઈ કરી લેવી. વધુ વિગત માટે સંપર્ક : 9227432274

- text